Fatty Liver: જો તમારા શરીરમાં સ્થૂળતા વધી રહી છે તો લિવર ટેસ્ટ (Liver Test) પણ કરાવો. શરીરની ચરબીમાં વધારો એ સંકેત છે કે તમારું લીવર પણ ફેટી થઈ રહ્યું છે. જે ભવિષ્યમાં મોટો ખતરો બની શકે છે. ડોકટરો કહે છે કે 50થી 60 ટકા દર્દીઓ જેઓનું BMI (બોડી માસ ઇન્ડેક્સ) વધારે છે તેઓને ફેટી લીવર રોગ થાય છે. આવી સ્થિતિમાં વધતા વજનને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે.
દિલ્હી AIIMSમાં ફેટી લિવરની સારવાર માટે આવેલા દર્દીઓના ડેટા પરથી આ માહિતી મળી છે. જે લોકોમાં સ્થૂળતા વધી રહી છે, તેમનામાં ફેટી લિવર સિવાય ડાયાબિટીસ જેવી બીમારીના કેસ પણ સામે આવી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે ફેટી લીવરની બીમારી ખાવાની ખરાબ આદતોને કારણે થઈ રહી છે. આ બિમારીના ઘણા કેસો દારૂ ના પીતા લોકોમાં પણ આવી રહ્યા છે. ફેટી લિવરથી પીડિત ઘણા દર્દીઓમાં સ્થૂળતાની સમસ્યા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Healthy Foods: આ આહાર આપને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરશે
સર ગંગારામ હોસ્પિટલના ગેસ્ટ્રો અને લિવર વિભાગના ડૉ.અનિલ અરોરા જણાવે છે કે લિવરમાં ચરબી જમા થવાને ફેટી લિવર ડિસીઝ કહેવાય છે. ખરાબ ખાવાની આદતો અને બેઠાડી જીવનશૈલીના કારણે આપણું શરીર કેલરીને ચરબીમાં રૂપાંતરિત કરવાનું શરૂ કરે છે. આ વધતી ચરબી લીવરના કોષો પર જમા થવા લાગે છે. જેના કારણે લીવર ફેટી થઈ જાય છે.
એઈમ્સમાં ડો.વિક્રમનું કહેવું છે કે જો આ રોગની સમયસર સારવાર કરવામાં ન આવે તો લીવરની ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. જેના કારણે લીવર સિરોસિસ અને લીવર કેન્સરનો ખતરો રહે છે. ફેટી લિવરથી પીડિત દર્દીઓમાંથી જેમની સમયસર સારવાર ન થાય તેમાંથી 5 ટકાને લિવર કેન્સર થવાની આશંકા છે. ઘણા કિસ્સાઓમાં તે લિવર ફેલ પણ થઈ શકે છે. ફેટી લિવર માટે વધતી જતી સ્થૂળતા એ મુખ્ય કારણ છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો