ભારત પર તોળાઈ રહ્યો છે આ ખતરનાક બીમારીનો ખતરો ! WHOએ આપી છે ચેતવણી
WHOના રિપોર્ટમાં ઓરીને વિશ્વનો નવો પ્રકોપ માનવામાં આવ્યો છે, જેમાં ભારત બીજા સ્થાને છે. ચાલો આ રોગ વિશે બધું સમજીએ. અને કઈ રીતે બચવું તેની જાણકારી મેળવીએ.
ઓરી જે વાયરલ ચેપ છે. તે સામાન્ય રીતે બાળકોને અસર કરે છે, પરંતુ તે કોઈપણ ઉંમરના કોઈપણને થઈ શકે છે. ઓરી એક વાઇરસને કારણે થાય છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે. WHOના તાજેતરના અહેવાલ મુજબ, ઓરીની બીમારીને ભારત માટે ઘાતક ગણાવવામાં આવી છે. વાસ્તવમાં, આ રિપોર્ટમાં 57 દેશોમાં ઓરીના પ્રકોપની વાત કરવામાં આવી છે, જેમાં ભારતને બીજું સ્થાન મળ્યું છે.
આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓરીના ચેપ સામે રસીકરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ચેપના કેસોમાં વધારો થયો છે. અહેવાલ મુજબ, 2023 માં ઓરીના 10.3 મિલિયન કેસ નોંધાયા સાથે વૈશ્વિક સ્તરે ચેપની ઘટનાઓમાં 20% વધારો થવાની ધારણા છે. તે જ સમયે, અનુમાનિત મૃત્યુની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં 8% નો વધારો થયો છે, અને વૈશ્વિક સ્તરે ઓરીના કારણે 107,500 મૃત્યુ થયા છે.
#Measles is one of the leading causes of death among young children globally.
In 2023, an estimated 107 500 people died from measles, mostly children under age 5.https://t.co/mwIS9XxmDy pic.twitter.com/QhfZe31qjT
— World Health Organization (WHO) (@WHO) November 16, 2024
શું છે ઓરી ?
ઓરી એ એક ચેપી વાયરલ રોગ છે, જે મોર્બિલીવાયરસ નામના વાયરસ દ્વારા ફેલાય છે. તે મોટે ભાગે બાળકો અને નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે. આ વાઇરસ હવા દ્વારા ફેલાય છે અને છીંક કે ખાંસી દ્વારા વાયુના કણો દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.
આ વાયરલ રોગના પ્રારંભિક લક્ષણો
- તાવ આવવો.
- ઉધરસ, સામાન્ય રીતે શુષ્ક
- વહેતું નાક
- બર્નિંગ અને આંખોમાં લાલાશ
- શરીર પર લાલ ફોલ્લીઓ થવી
- મોઢાની અંદર સફેદ ફોલ્લીઓ
ઓરીની સારવાર કેવી રીતે કરવી ?
ઓરીની સારવાર અંગે ચર્ચા કરવામાં આવે તો ઓરી માટે કોઈ ચોક્કસ સારવાર નથી કારણ કે તે વાયરલ ચેપ છે, પરંતુ તેના લક્ષણો ઘટાડી શકાય છે.
- તાવ ઘટાડવા માટે દવાઓ લઈ શકાય છે. (ડૉક્ટરની સલાહ લીધા બાદ)
- શરીરમાં પાણીની કમી ન થાય તે માટે પૂરતું પાણી પીઓ.
- પૌષ્ટિક આહારનું સેવન કરો.
- ગંભીર કિસ્સાઓમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
દેશમાં ઓરીના કેસોમાં વધારો થવાનું કારણ
WHOના રિપોર્ટ અનુસાર, ઓરીના કેસ વધવાનું મુખ્ય કારણ રસીકરણનો અભાવ છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં ઓરી રસીકરણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં રસીકરણના અભાવે ઓરીના રોગચાળામાં વધારો કર્યો છે.