ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહ જંગલમાં રાજ કરે છે અને જંગલના તમામ પશુઓ સિંહથી ડરતા હોય છે.જો કે તાજેતરમાં અમરેલીના રાજુલા પાસે બે ભેંસોએ શિકારની શોધમાં જંગલમાં નિકળેલી સિંહણને પણ ભગાડી દીધી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.

અમરેલી જિલ્લાના રાજુલામાં એક સિંહણનો વીડિયો વાયરલ થયો છે. શિકાર કરવા આવેલી સિંહણને બે ભેંસોએ મળીને ભગાડી દીધી હતી. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે શિકાર કરવા આવેલી સિંહણ પોતે જ બચવા દોડી રહી છે. આ ઘટના ભેરાઈ ગામના સીમ વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યુ છે.
એક એવો જ વીડિયો શેર કર્યો છે. જેમાં બે જંગલી ભેંસ અને સિંહ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે બે ભેંસ મળીને આખુ જંગલ જેનાથી ડરે છે એવી સિંહણનો પ્રતિકાર કરે છે. સિંહણ પણ સમજી જાય છે કે ભેંસ હવે તેના કાબુમાં આવશે નહિ. ભેંસનો ગુસ્સો જોઈને સિંહણ પણ પાછી પાની કરવા લાગે છે અને પછી ત્યાંથી ઊભી પુછડીએ ચાલી જાય છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને