Vitamin B12 :મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?

16 નવેમ્બર, 2024

વિટામિન B12 સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ વિટામિનની ઉણપ માનવ ચેતાતંત્રને અસર કરે છે.

સૌથી મહત્વની બાબત એ છે કે આપણું શરીર વિટામિન B12 પોતાની મેળે ઉત્પન્ન કરતું નથી. આવી સ્થિતિમાં ઘણીવાર શરીરમાં આ વિટામિનની ઉણપ જોવા મળે છે.

 તેને દૂર કરવા માટે ડોક્ટર્સ સપ્લીમેન્ટ્સનો આગ્રહ રાખે છે, પરંતુ સપ્લીમેન્ટ્સ લેવાની સાથે યોગ્ય તેનો યોગ્ય સમય પણ જરૂરી છે.

જો તમે વિટામીન B12 ની દવાઓ લઈ રહ્યા છો તો તેને સવારે લેવું વધુ ફાયદાકારક છે.

વિટામિન B12 લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ કરે છે. જેના કારણે ઓક્સિજનનું પરિવહન થાય છે.

ઉર્જા વધે છે અને થાક દૂર થાય છે. વિટામીન B12 ની દવાઓ સવારે લેવાથી દિવસભર વધુ એનર્જી મળે છે.

જો વિટામિન B12 ની દવાઓ સવારના બદલે દિવસના અન્ય સમયે લેવામાં આવે તો તે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.

 જ્યારે ખાલી પેટ પર લેવામાં આવે છે ત્યારે વિટામિન B12 પૂરક ઝડપથી શોષાય છે. આનો અર્થ એ છે કે આ સપ્લિમેન્ટ્સ ભોજનના અડધા કલાક પહેલાં અથવા બે કલાક પછી લેવા જોઈએ.