Vadodara : વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ, જુઓ Video
વડોદરા મનપાની બેદરકારીને કારણે વિશ્વામિત્રી નદી દૂષિત થઈ છે. પૂર બાદ ડ્રેનેજની ચેમ્બર બેસી જતા ગંદા પાણી નદીમાં ઠલવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભાજપના જ પૂર્વ કાઉન્સિલર વિજય પવારે ગંદુ પાણી છોડાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
વડોદરા મનપાની બેદરકારીને કારણે વિશ્વામિત્રી નદી દૂષિત થઈ છે. પૂર બાદ ડ્રેનેજની ચેમ્બર બેસી જતા ગંદા પાણી નદીમાં ઠલવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભાજપના જ પૂર્વ કાઉન્સિલર વિજય પવારે ગંદુ પાણી છોડાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હરણીમાં બિલ્ડિંગના ડ્રેનેજના પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કર્યા આક્ષેપ
પૂર્વ કાઉન્સિલર વિજય પવારે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી આક્ષેપો કર્યાં છે. એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈ તંત્રની અવારનવાર બેઠકો કરવામાં આવતી હોવા છતા પણ ગંદકીનો ઉકેલ આવતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ ડ્રેનેજના પાણી નદીમાં ઠલવાતા હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેમજ કોર્પોરેશનની ડ્રેનેજની લાઈનમાં ભંગાણ હોવાને કારણે આ પાણી ઠલવાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Latest Videos
Latest News