Panchmahal : કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ

Panchmahal : કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2024 | 2:41 PM

પંચમહાલ જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે ખનીજ માફિયાઓની દાદાગીરીનો વીડિયો સામે આવી છે. પંચમહાલના કાલોલના મેદાનપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કરાડ નદીના પટમાં પોલીસના દરોડા દરમિયાન ભય ફેલાવવાનો પ્રયાસ થયો છે.

રાજ્યમાં કેટલીક વખત ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે ખનીજ માફિયાઓની દાદાગીરીનો વીડિયો સામે આવી છે. પંચમહાલના કાલોલના મેદાનપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. કરાડ નદીના પટમાં પોલીસના દરોડા દરમિયાન ભય ફેલાવવાનો પ્રયાસ થયો છે.

ખનીજ માફિયાઓ બન્યા બેફામ

પોલીસની કાર્યવાહી દરમિયાન પાવડા સહિતના હથિયારો બતાવીને દાદાગીરી કરતો હોવાનુ સામે આવ્યુ છે. ખનીજ ચોરો અગાઉ જે ટ્રેક્ટર લઈને ફરાર થયા હતા તે પોલીસે કબજે કર્યો છે. અગાઉની રેડમાં કબજે કરાયેલા ત્રણ ટ્રેકટર લઈને ફરાર થયા હતા. ખાણ ખનીજ વિભાગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

છોટાઉદેપુરમાં ખનીજ વિભાગે 1.20 કરોડનો મુદ્દામાલ કર્યો હતો જપ્ત

બીજી તરફ છોટાઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે. રેત ખનીજના બિનઅધિકૃત ખનન સામે કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ વિસ્તારોમાં ખનન કરતા 2 ટ્રક અને 14 ટ્રેક્ટર ઝડપાયા છે. પાદરવાટ, ઓલીઆંબા, પાનવડ, સિહોદ, સીમલીયા સહિતના વિસ્તારોમાં ખનન થતું હતું.આશરે 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.સમગ્ર પંથકમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">