VALSAD : વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ

Vapi Municipality Elections : ચૂંટણી શરૂ થતાં પહેલાં જ વાપીમાં એક બેઠક પર ભગવો લહેરાઈ ચૂક્યો છે. હવે બાકી બચેલી 43 બેઠકો પર 109 ઉમેદવારો મેદાનમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 9:50 PM

VALSAD : વાપી નગરપાલિકાની ચૂંટણી (Vapi Municipality elections)માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. તમામ પાર્ટી ચૂંટણીમાં વિજયી બનવા માટે જોરશોરમાં પ્રચાર કરી રહી છે. ત્યારે વાપી ભાજપે દરવખતેની જેમ આ વખતે પણ પાર્ટી પણ એ જ સ્થળે કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના નાણા મંત્રીએ કાર્યાલયનું ઉદ્ધાટન કરી પ્રચારનો આરંભ કરાવ્યો છે. વાપી ભાજપના અગ્રણીઓ માની રહ્યા છે કે, વાપીના પેપીલોન ચાર રસ્તા નજીક આવેલી આ જગ્યા તેમના માટે શુકનંવતી સાબિત થાય છે. સાથે જ દાવો કર્યો કે, આ વખતે વાપીમાં નગરપાલિકાની તમામ બેઠકો ભાજપના ફાળે જશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી શરૂ થતાં પહેલાં જ વાપીમાં એક બેઠક પર ભગવો લહેરાઈ ચૂક્યો છે. હવે બાકી બચેલી 43 બેઠકો પર 109 ઉમેદવારો મેદાનમાં છે.

આગામી 28 નવેમ્બરે વાપી નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારે નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં પહેલા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. કુલ 44 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ થતાં હવે 43 બેઠકો પર ચૂંટણી યોજાશે.

43 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસઅને આમ આદમી પાર્ટીના મળીને કુલ 102 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મહત્વપૂર્ણ છે કે 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાનાર હતી. ફોર્મ ભરતી વખતે 44 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો મળી કુલ 172 ઉમેદવારો ફોર્મ ભર્યું હતું. પરંતુ ફોર્મ ચકાસણીના અંતે 116 ફોર્મ મંજૂર રહ્યા હતા.

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ જાણકારી સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો : AHMEDABAD : સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં અમદાવાદને દેશના ક્લિનેસ્ટ મેગાસીટીનો એવોર્ડ મળ્યો

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">