AHMEDABAD : સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં અમદાવાદને દેશના ક્લિનેસ્ટ મેગાસીટીનો એવોર્ડ મળ્યો

Swachh Survekshan 2021 : 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદને પ્રથમ રેન્ક સાથે ક્લીનેસ્ટ મેગાસીટીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 9:30 PM

AHMEDABAD : સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં અમદાવાદને દેશના ક્લિનેસ્ટ મેગાસીટીનો એવોર્ડ મળ્યો છે સ્વચ્છતા સર્વેક્ષણ 2021 માં દેશના મહાનગરોનો સ્વચ્છતા સર્વે કરાયો હતો.જેમાં 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદને પ્રથમ રેન્ક સાથે ક્લીનેસ્ટ મેગાસીટીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.દિલ્લીમાં મેયર કિરિટ પરમાર અને ડે.કમિશનર સીઆર ખરસાણ અને સોલિડ વેસ્ટ ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ એવોર્ડ સ્વીકાર્યો છે.મિનિસ્ટરી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર દ્વારા એવોર્ડ એનાયત કરાયો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દેશના 342 સ્વચ્છ શહેરોનું સન્માન કર્યું. આ શહેરોને સ્વચ્છ સર્વેક્ષણ 2021માં સ્વચ્છ અને કચરો મુક્ત હોવા માટે કેટલાક સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ એવોર્ડ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) ‘સ્વચ્છ અમૃત મહોત્સવ’ દ્વારા આયોજિત કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા મિશન હેઠળ દર વર્ષે હાથ ધરવામાં આવતા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (Swachh Survekshan 2021)નું રેન્કિંગ આજે 20 નવેમ્બરે બહાર પાડવામાં આવ્યું હતું. આ સર્વેમાં દેશના 4 હજારથી વધુ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેરને બીજું સ્થાન મળ્યું છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એવોર્ડ સમારોહ યોજાયો હતો.જેમાં સ્વચ્છતામાં શ્રેષ્ઠ રેન્ક મેળવનાર શહેરને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)ના હસ્તે સુરતના મેયરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.ત્યારે મેયરે આ એવોર્ડને તમામ સુરતવાસીઓને સમર્પિત કર્યો છે, તો સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજું સ્થાન મળતા શહેરીજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે.

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ અને રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનું ખાતમુહૂર્ત

આ પણ વાંચો : રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આધાર બેઝ્ડ e-Kycના ઉપયોગથી ઘરે બેઠા મળશે RTOની સેવાઓ

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">