ઉતરાયણ આવતા જ પતંગ ઉડાડતા વાંદરાનો Video થયો વાયરલ, જુઓ
સોશિયલ મીડિયા પર એક વાનરનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં વાનર મકાનના ધાબા પર આરામથી બેસીને પતંગ ઉડાડતા જોઈ શકાય છે.
![ઉતરાયણ આવતા જ પતંગ ઉડાડતા વાંદરાનો Video થયો વાયરલ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Monkey-Flying-Kite.jpeg?w=1280)
ઉતરાયણમાં સૌ કોઈ પતંગ ઉડાડે છે. જેમ જેમ ઉતરાયણ નજીક આવતી જાય છે તેમ તેમ સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આવો જ એક જૂનો વીડિયો ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વાનર મકાનના ધાબા ઉપર બેસીને પંતગ ચગાવતો નજરે પડે છે.
15 સેકન્ડ લાંબો આ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું કહેવાય છે. જો કે આ વાયરલ વીડિયો મૂળ ક્યાનો છે તે સ્પષ્ટ નથી. પરંતુ ઉતરાયણના પર્વને કારણે આ જૂનો વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર અવનવી કોમેન્ટ સાથે વાયરલ થઈ રહ્યો છે.
India Is Not For Beginners Monkey Flying a Kite in Benaras pic.twitter.com/zTQekX6NKg
— Rosy (@rose_k01) January 6, 2025
15 સેકન્ડ લાંબા આ વાયરલ વીડિયોમાં, વાંદરો આરામથી છત પર બેસીને માનવીની જેમ જ પતંગની દોરી ખેંચી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં લોકો અસ્પષ્ટ રીતે બૂમો પાડતા પણ સાંભળી શકાય છે.