વારંવારની નોટિસ બાદ પણ નથી સુધરતુ વડોદરા સયાજી હોસ્પિટલનું તંત્ર, ફાયર ઓફિસરે કહ્યુ હવે નિયમનું પાલન નહીં થાય તો …. -જુઓ Video

રાજ્યમાં છાશવારે ઘટતા આગના બનાવો બાદ પણ વડોદરાની સયાજી હોસ્પિટલ ફાયરસેફ્ટી મુદ્દે ગંભીર નથી થઈ રહી અને ફાયર વિભાગની અનેક નોટિસો બાદ પણ નવા સાધનો વસાવવામાં આવ્યા નથી, વારંવાર નોટિસ આપવા છતા ફાયરના સાધનો રિન્યુ ન કરાતા ફાયર ઓફિસરે હવે નિયમનું પાલન નહીં થાય તો આ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2024 | 5:12 PM

રાજકોટમાં શનિવારે ગેમઝોનમાં લાગેલી આગ બાદ જે કરૂણાંતિકા સર્જાઈ તેનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ છે. આ એટલો ભયાનક અગ્નિકાંડ હતો કે અહીં 28 જિંદગીઓ આગમાં ભડથુ થઈ ગઈ અને તેમના પુરા મૃતદેહ પણ મળવા પામ્યા નથી માત્ર અવશેષો મળ્યા છે. રાજ્યમાં અનેક આગની ઘટના બાદ પણ વડોદરાની સયાજી હોસ્પિટલનું તંત્ર તેમાથી કોઈ બોધપાઠ નથી લઈ રહ્યુ અને ફાયર સેફ્ટી અંગે બેદરકાર જણાઈ રહ્યુ છે. ફાયર ઓફિસર દ્વારા વારંવાર નોટિસ આપવા છતા સયાજી હોસ્પિટલ દ્વારા ફાયરના સાધનો રિન્યુ કરવામાં આવ્યા નથી.

વડોદરાની પ્રસિદ્ધ SSG હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં તપાસમાં સામે આવ્યું છે કે સુપરિન્ટેન્ડેન્ટ, RMO અને ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે તેમાં જ “ફાયર સેફ્ટી” નથી ! સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઓફિસ બહાર લાગેલા ફાયર સેફ્ટીના સાધનો જ એક્સાપયરી ડેટના જોવા મળ્યા. માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયર બોલ એક્સપાયર થઈ ગયેલા જણાઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ SSG હોસ્પિટલના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠાવે છે.

સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલનું તંત્ર જ્યારે ઊંઘતું ઝડપાયું ત્યારે એવી સ્પષ્ટતા કરવામાં આવી કે ગઈકાલે જ ફાયર સેફ્ટીને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી જૂના ફાયર સેફ્ટીના સાધનોને રિન્યુ કરવાની સૂચના આપી દેવાઈ છે !

સુરતના સૌથી અમીર વ્યક્તિ કોણ છે?
આ છે દુનિયાની સૌથી હોટેસ્ટ વૈજ્ઞાનિક, જુઓ તસવીર
ઉનાળામાં વધુ પડતો બરફ ખાવાથી શું થાય ?
શરીરમાં કઈ વસ્તુઓની ઉણપને કારણે વાળ ખરે છે?
લોટ બાંધતી વખતે મિક્સ કરો આ સિક્રેટ વસ્તુ, ડબલ થઈ જશે રોટલીની તાકાત
ઔષધીય ગુણોથી ભરપુર છે જામફળના પાન, ખાલી પેટ ચાવવાથી થશે ગજબના ફાયદા

આ સમગ્ર મુદ્દે VMCના ફાયર ઓફિસરનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલને વારંવાર નોટીસ આપવામાં આવી છે. જો હવે નોટિસનું પાલન કરવામાં નહીં આવે તો હોસ્પિટલ સીલ કરવામાં આવશે. તમને કદાચ નવાઈ લાગશે પણ, ફાયર સેફ્ટીને લઈને હોસ્પિટલને અપાયેલી આ ચોથી નોટિસ છે ! ત્યારે સમગ્ર ઘટના કેટલાંક સવાલો ઉઠાવી રહી છે.

Input Credit- Prashant Gajjar- Vadodara

આ પણ વાંચો : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આંધી- વંટોળ સાથે વરસાદની થશે શરૂઆત – Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">