બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબામાં શરૂ થઈ ગઈ છે.
જોકે, મેચનો પહેલો જ દિવસ વરસાદને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયો હતો, જેના કારણે માત્ર 13 ઓવર જ રમાઈ શકી હતી.
પહેલા દિવસની રમત થઈ શકી ન હતી પરંતુ સારા તેંડુલકરે આ મેચને લઈને સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
સચિન તેંડુલકરની દીકરી સારા પણ આ ટેસ્ટ મેચ જોવા માટે અચાનક બ્રિસબેન પહોંચી ગઈ હતી અને ગાબા સ્ટેડિયમમાં જોવા મળી હતી.
વીડિયો સિવાય સારાએ પોતે પણ બ્રિસ્બેન પહોંચ્યાનો ફોટો પોસ્ટ કર્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાથેના તેના ફોટોએ ધ્યાન ખેંચ્યું હતું.
સારા સાથે જોવા મળેલો આ ક્રિકેટર બીજું કોઈ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર હતો, જેણે સારા સહિત કેટલાક ખાસ લોકો સાથે ફોટો પડાવ્યો હતો.
વોર્નર ઉપરાંત સારા, ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગે સહિત કેટલાક બોલિવૂડ કલાકારો સાથે પણ જોવા મળી હતી.