AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂર બાદ આવતીકાલ 16 મેથી ત્રણ દિવસ ગુજરાત આવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

પાકિસ્તાનને અને પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદીઓને ઠેકાણે પાડવા હાથ ધરાયેલ ઓપરેશન સિંદૂરમાં મહત્વની જવાબદારી બજાવ્યા બાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન આવતીકાલ 16મી મેથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરશે.

ઓપરેશન સિંદૂર બાદ આવતીકાલ 16 મેથી ત્રણ દિવસ ગુજરાત આવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
Amit Shah, Union Home Minister (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2025 | 6:59 PM

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ખોંખરુ કર્યા બાદ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આવતીકાલ 16મી મે શુક્રવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાત મુલાકાત દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ, પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં અનેકવિધ લોકોપયોગી કાર્યોનુ વિમોચન અને ખાતમૂર્હત કરશે.

16મીએ સાંજે દિલ્હીથી અમદાવાદ આવ્યા બાદ, તેઓ તેમના નિવાસસ્થાને જશે. જ્યારે 17 અને 18મી મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં આવતા, ચાંદલોડિયા, જોધપુર, સાબરમતી આરટીઓ, સરખેજ વિસ્તારમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે.

અમદાવાદના નારણપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપક્રમે રૂપિયા 117 કરોડના ખર્ચે બનેલા પલ્લવ સ્પિલિટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ બ્રિજ કેટલાક વિવાદમાં રહ્યાં બાદ, 18મી મેના રોજ લોકાર્પણ કરાતા, 132 ફુટના રોડ ઉપર થઈને હેલ્મેટ અને એઈસી ચાર રસ્તા તરફથી અખબારનગર, રાણીપ, વાડજ જનારાને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળવાની સાથે ખૂબ જ રાહત મળશે.

તિજોરીમાં ભૂલથી પણ ના રાખશો આ 3 વસ્તુ, ધન-સંપત્તિ ઘટી જશે
સૂતી વખતે ઓશિકા નીચે શું રાખવું જોઈએ?
Plant in pot : ચોમાસામાં ઘરે ઉગાડો આ ફૂલ, બજારમાંથી ખરીદવાની જરુરત નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 24-06-2025
પિતૃદોષના લક્ષણ, કારણો અને ઉપાય તમે નહીં જાણતા હોવ
દિવસમાં કેટલી વાર બ્રશ કરવું જોઈએ?

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

16 મે 2025

  • સાંજે 7:40 કલાકે ઘરે પહોંચશે

17 મે 2025

  • 4 કલાકે ગાંધીનગર જવા રવાના
  • 4: 45 થી 4: 55 સેક્ટર 21 22 ગાંધીનગર
  • 4 55 થી 5 20 પીએચસી ગાંધીનગર
  • 5:20 થી 5:25 કલાકે કોલવડા તળાવ ગાંધીનગર
  • 5:40 પીએચસી વાવોલ
  • 5:55 થી 6 હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ, સિંધવાઈ માતા મંદિર
  • 6-6:45 શિવેષ સોસાયટી ની બાજુમાં ગાંધીનગર કોર્પોરેશનના પ્રોજેક્ટ અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ લોકાર્પણ
  • 7:15 થી 7:45 ગાલા એમ્પોરિયમ ડ્રાઇવિંગ સિનેમા થલતેજ ખાતે બેઠક

18 મે 2025

  • 10:40 સાયન્સ સીટી હેલીપેડ જવા રવાના
  • 10 45 થી 12:15 ગુજરાત સ્ટેટ સહકારી સંઘ કાર્યક્રમ
  • 12:45 થી 1:40 મંગુબા વાડી પાર્ટી પ્લોટ મહેસાણા કાર્યક્રમ
  • 1:50 થી 2:15 ફાલ્કન ફૂડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ સાદરા મહેસાણા

આ કાર્યક્રમ પતાવીને હેલિકોપ્ટર મારફતે ઘરે રવાના

  • 5:30 થી 5:40 પલ્લવ બ્રિજ લોકાર્પણ
  • 5:50 થી 7:05 એએમસી આયોજિત જાહેર સભા પલ્લવ ક્રોસ રોડ અંકુર રોડ નારણપુરા
  • 7:20 થી 8 જૈન નગર સોસાયટી મણિનગર હનુમાન મંદિર ની બાજુમાં રામબાગ ખાતે મીટીંગ

બેઠક બાદ દિલ્હી જવાના

જુઓ વીડિયોઃ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">