સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને ફાળવે તેવી માંગ ઉઠી, રાજકોટના યુવા નેતા દેવ કોરડિયાએ કરી છે દાવેદારી

ચુવાળિયા કોળી ઠાકોર સમાજના અગ્રણી રણછોડ ઉધરેજાએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું વર્ચસ્વ છે. તો સુરેન્દ્રનગર બેઠક એ ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે, ત્યારે આગામી લોકસભાની ટિકિટ ચુવાળિયા કોળી સમાજને આપવામાં આવે તેવી અમારી માંગ છે.

સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને ફાળવે તેવી માંગ ઉઠી, રાજકોટના યુવા નેતા દેવ કોરડિયાએ કરી છે દાવેદારી
Surendranagar
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 19, 2024 | 5:25 PM

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે. જેમાં મહેસાણા, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ થાય છે. ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની જે 8 બેઠકો પૈકી 5 બેઠકોમાં નામની જાહેરાત કરી છે, તેને જોતા આ જાતિગત સમીકરણ પર પુરતું ધ્યાન આપવામાં આવ્યું છે. આ વચ્ચે સુરેન્દ્રનગર બેઠક પર ચુવાળિયા કોળી સમાજને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે

ચુવાળિયા કોળી ઠાકોર સમાજના અગ્રણી રણછોડ ઉધરેજાએ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજનું વર્ચસ્વ છે. કોળી સમાજમાં પણ જે રીતે પેટા જ્ઞાતિઓ છે, તેમાં ભાવનગરમાં તળપદા કોળી સમાજને ટિકીટ આપવામાં આવે છે. જુનાગઢ બેઠક પર ઘેડિયા કોળી સમાજને ટિકીટ આપવામાં આવે છે, સુરેન્દ્રનગર બેઠક એ ચુવાળિયા કોળી સમાજનો ગઢ છે ત્યારે આગામી લોકસભાની ટિકીટ ચુવાળિયા કોળી સમાજને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ચુવાળિયા કોળી સમાજને હંમેશાથી અન્યાય થયો છે. હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા ચુવાળિયા કોળી છે, જ્યારે તે પહેલાના સાંસદ દેવજી ફતેપરા પણ ચુવાળિયા કોળી છે. ત્યારે આ બેઠક ભાજપ ચુવાળિયા કોળી સમાજને જ આપે તેવી માંગ કરાઇ છે.

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

રાજકોટના યુવા નેતા દેવ કોરડિયાએ કરી દાવેદારી

એક તરફ સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળી સમાજને આપવાની માંગ કરાઇ છે, ત્યારે ચુવાળિયા કોળી સમાજના અગ્રણી દેવ કોરડિયાએ ટિકિટની માંગ કરી છે. દેવ કોરડિયા સૌથી નાની વયના સરપંચ રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી છે. દેવ કોરડિયા ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. યુવાઓને ટિકિટ ફાળવવાની નેમમાં દેવ કોરડિયાને ટિકીટ આપવામાં તેવી માંગ કરાઇ છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">