સુરતમાં રહેતી એક શિક્ષિકાને શાદી ડોટ કોમના આધારે સંર્પક કરી ઇન્ડિયા આવી તેની સાથે લગ્ન કરવાની વાત કરી 17.48 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર લંડન કરન્સીના ડી.ડી. સાથે પકડાયા સાથે એરપોર્ટથી બહાર નીકળવાના અલગ અલગ ચાર્જ પેટે શિક્ષિકા પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા, આ મામલે શિક્ષિકાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાઈઝેરીયન ગેંગને ઝડપી પાડી છે.
સુરતમાં અવાર નવાર લોકો સાથે ઠગાઈની ઘટના બને છે.આ ભેજાબાજોની ગેંગ વિદેશથી ગીફ્ટ આવ્યું છે જેવા વિવિધ બહાના હેઠળ લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના ભૂતકાળમાં પણ સામે આવી ચુકી છે ત્યારે સુરતમાં આવી જ એક ઘટના ફરી બની હતી. જેમાં મહિલા શિક્ષીકા પાસેથી 17.48 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ સુરતમાં રહેતી એક મહિલા શિક્ષીકાએ લગ્ન માટે પોતાનો બાયોડેટા શાદી ડોટ કોમ પર અપલોડ કર્યો હતો. દરમ્યાન 11 મી જાન્યુઆરી ના રોજ શિક્ષીકા પર ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ પ્રાંશત પીટર તરીકે આપી હતી અને પોતે મૂળ ચેન્નાઈનો વતની હોવાનું અને હાલ લંડનમાં ઓબસ્ટેટ્રીશીયન અને ગાયનેકની ડીગ્રી ધરાવતો હોવાનું જણાવ્યું હતું પોતે તેની સાથે લગ્ન કરવા ભારત આવનાર હોવાનું જણાવી આ શિક્ષીકાને ફસાવી હતી.
શિક્ષીકાને ૧૯મી એ ફોન કરનાર યુવતીએ પોતાનું નામ નતાશા અને તે દિલ્હી એરપોર્ટ ઉપરથી એડમીન ઓફીસની બોલતી હોવાનું જણાવ્યું હતું અને પ્રશાંત પીટર અને તેના પિતા અને બહેન લંડન કરન્સીની સાથે ડીડી લાવ્યો હોઈ અને તેમને દંડ તથા ચાર્જીસ ભરવો પડશે તેમ જણાવી મહિલા શિક્ષીકા પાસેથી ટુકડે ટુકડે 17.48 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આખરે પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા આ મામલે મહિલા શિક્ષિકાએ સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં તપાસ કરી રહેલી સુરત સાયબર સેલની ટીમે પાંચ નાઝેરીયન સહીત બે ભારતીયની ધરપકડ કરી હતી. પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
આ બનાવ અંગે સુરત સાયબર સેલના એસીપી યુવરાજ ગોહિલે જણાવ્યું હતું કે આ કેસમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 5 નાઈઝેરીયન અને બે ભારતીય લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે મેટ્રિમોનીયમ જે સાઈટ છે તેના માધ્યમથી મિત્રતા કેળવી પોતાની ઓળખ ફોરેનર તરીકે આપે છે અને બાદમાં ભારત આવે છે અને ડોલર કે ગીફ્ટ લાવે છે તે છોડાવવા માટે અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા પડાવી લે છે.
આ પણ વાંચો : ઉધનામાં આઈસર ચાલકે યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળે નીપજ્યું મોત
એસીપી યુવરાજ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીમાં પ્રિન્સ ચીનેચીરામ કે જે દિલ્હીમાં રહે છે. અને તે મૂળ નાઈઝેરીયન છે. તે બીઝનેસ વિઝા પર ભારત આવ્યો હતો અને તે 9 વર્ષથી ભારતમાં રહે છે. તે મુખ્ય આરોપી છે તેણે શાદી ડોટ કોમમાં એકાઉન્ટ બનાવી મહિલા સાથે વાત કરી હતી બીજો આરોપીનું નામ પાસ્કલ ગૌલલાવગુઈ છે તે વેસ્ટ આફ્રીકન છે. તે સ્ટુડનટ વિઝા પર ભારત આવ્યો હતો અને તે છેલ્લા 4 થી 5 વર્ષથી ભારત રહે છે અને મ્યુઝીશનનું કામ કરે છે. ત્રીજો આરોપીનું નામ ઉબસીનાચી કેલી અનાગો તે નાઈઝેરીયન છે અને તે મેડીકલ વિઝા પર ભારત આવ્યો હતો. જેને મગજનું કેન્સર છે તેની સારવાર માટે તે ઇન્ડિયા આવ્યો હતો અને તે દિલ્હીમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે.
ચોથા આરોપીનું નામ ક્રીષ્ટિયન એન્થોની મડુનેમે છે તે નાઈઝેરીયન વતની છે અને તે સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો તે ફીઝીયોથેરાપીસ્ટ છે, પાંચમો આરોપી જોસુઆ ચીમાકાલુ છે તે પણ નાઈઝેરીયન છે તે વર્ક પરમીટના વિઝા લઈને ભારત આવ્યો છે, છઠો આરોપી ભારતીય છે તેનું નામ મો.ઈરફાન નિસાર અહેમદ મીઠુ અન્સારી છે તે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ કેસમાં જેનું એકાઉન્ટ ઉપયોગ થયો તે મો.ઈરફાનનું હતું અને સાતમાં આરોપીનું નામ શાલીની પ્રિન્સ ઓનોહો છે તે નોર્થ દિલ્હીની વતની છે. એરપોર્ટથી મહિલા તરીકે ઓળખ આપનાર શાલીની હતી જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…