Surat: ઉધનામાં આઈસર ચાલકે યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળે નીપજ્યું મોત

સુરતના ઉધના વિસ્તાર કે જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આવી જ અકસ્માતની ઘટના ફરી સામે આવતા ચકચાર મચી છે. આ અકસ્માતમાં આઈસર ચાલકે મોપેડ પર જતી એક યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત છે.

Surat: ઉધનામાં આઈસર ચાલકે યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળે નીપજ્યું મોત
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 09, 2023 | 7:11 PM

બેફામ ટ્રક ચાલકો રસ્તા ઉપર પોતાની મનમાની ચલાવતા હોય તેવા પ્રકારે વાહન ચલાવતા જોવા મળે છે. જેના કારણે મોટા અકસ્માત થવાની ઘટનાઓ પણ સમે આવતી હોય છે આવી જ ઘટના સુરતમાં બની છે જેમાં બાઈક સવાર યુવતીને આઈસર ટેમ્પો ચાલકે અડફેટે લીધી છે. જેમાં આ યુવતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આઈસર ચાલકે મોપેડ પર જતી એક યુવતીને અડફેટે લીધી

સુરતના ઉધના વિસ્તાર કે જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આવી જ અકસ્માતની ઘટના ફરી સામે આવતા ચકચાર મચી છે. આ અકસ્માતમાં આઈસર ચાલકે મોપેડ પર જતી એક યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અક્સ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થયું હતું. ઘટનાની જાણ ત્યાંનાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે કરાતા ઉધના પોલીસ ઘટના સ્થળે આવી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉધના બીઆરસી નજીક બની હતી ઘટના

સુરત શહેરમાં છાશવારે આવા અકસ્માતના બનાવો સામે આવતા રહે છે અને માર્ગ અકસ્માતના આ બનાવોમાં લોકોના મોત થતા હોવાના સમાચાર પણ સામે આવતા રહે છે. ત્યારે આવો બનાવ ફરી ઉધના વિસ્તારમાં સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના ઉધના સ્થિત બીઆરસી નજીક એક આઈસર ચાલકે મોપેડ પર જઈ રહેલી એક યુવતીને ટક્કર મારી હતી જેમાં યુવતી નીચે પટકાઈ. બાઈક પરથી નીચે પટકાતાં આ યુવતીને ગંભીર ઈજાઓ થતા તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો : બારડોલીમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 20 લાખ પડાવનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

અકસ્માત બાદ આઈસર ચાલક ઘટના સ્થળ ઉપર પોતાના કબજાનો આઇસર ટ્રક મૂકી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. ઉધના પોલીસને અકસ્માતના બનાવને લઈ યુવતીની લાશને હોસ્પિટલ ખસેડી હતી. બીજી તરફ મૃતક યુવતીનું નામ સવાઈ નીતાબેન સવસાહેબ હોવાનું સામે આવ્યું હતું. આ યુવતી લીંબાયત વિસ્તારમાં રહેતી હોવાની માહિતી મળતા ઉધના પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">