Surat: કાકરાખાડીના બંને કિનારે અર્બન ફોરેસ્ટ થીમ અને સાઈકલ ટ્રેક માટે 100 કરોડનું કામ સોંપવા તૈયારી શરૂ

આ ગુજરાતનું સૌથી પહેલું બાયોડાઈવર્સિટી પાર્ક બનશે. અને જેથી સુરતીઓને હરવા-ફરવા માટે એક નવું સ્થળ પણ મળી રહેશે. પાર્કમાં વધુ ને વધુ પક્ષીઓ આકર્ષિત થાય તે માટેના પ્રયાસો કરાશે.

Surat: કાકરાખાડીના બંને કિનારે અર્બન ફોરેસ્ટ થીમ અને સાઈકલ ટ્રેક માટે 100 કરોડનું કામ સોંપવા તૈયારી શરૂ
Biodiversity park in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 3:45 PM

વિકાસની દોડમાં ઝડપથી દોડી રહેલા સુરત (Surat) શહેરમાં કોંક્રીટના જંગલો વધી રહ્યા છે અને હરિયાળીઘટી રહી છે. આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકા (SMC) શહેરમાં હરિયાળી સ્થાપિત કરવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. શહેરમાં ઘટતી જતી હરિયાળીમાં વધારો કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે મહાનગરપાલિકા અલથાણ-બમરોલી કાંકરાખાડી પાસે વાઈલ્ડ વેલી બાયો ડાયવર્સિટી પાર્ક બનાવી રહી છે.

પ્રથમ તબક્કામાં બગીચાનો વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો હતો. હવે તબક્કાવાર કામને આગળ વધારવા માટે રૂ. 100 કરોડથી વધુની જરૂર પડશે. આ સાથે વૃક્ષારોપણ, અર્બન ફોરેસ્ટ્રી થીમ પાર્ક, ગાર્ડન, સાયકલ ટ્રેક, સ્પેસ મેકિંગનું જીઆઈએસ-જીપીએસ ડીજીટલ મેપીંગ કરવા માટે પાંચ ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

લોકો મુલાકાત લઈ શકે તેવા જૈવવિવિધતા પાર્ક સ્થળોમાં 85 પ્રકારના 6 લાખ વૃક્ષો વાવવાની યોજના, આ ઉપરાંત અહીં આ પણ નજરાણા રહેશે:

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

• સાયકલ ટ્રેકિંગ • બટરફ્લાય પાર્ક ચિલ્ડ્રન્સ પ્લે એરિયા • 85 પ્રકારના વૃક્ષો.

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ખાડીની બંને તરફ ત્રણ કિલોમીટરના વિસ્તારમાં 87 હેક્ટરમાં 85 પ્રકારના 6 લાખ વૃક્ષો વાવવામાં આવશે. તેનાથી આસપાસના લોકોને ફરવા માટે એક નવો વિકલ્પ મળશે. જેની પાછળ 139 કરોડના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા 80 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. બાકીની રકમ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મળશે.

આ ગુજરાતનું સૌથી પહેલું બાયોડાઈવર્સિટી પાર્ક બનશે અને જેથી સુરતીઓને હરવા-ફરવા માટે એક નવું સ્થળ પણ મળી રહેશે. પાર્કમાં વધુને વધુ પક્ષીઓ આકર્ષિત થાય તે માટેના પ્રયાસો કરાશે. જેમકે પાણી કઈ રીતે પક્ષીઓને આકર્ષિત કરી શકે તે માટે વોટર ફાઉન્ડેશન સાઉન્ડ, મુવિંગ વોટર સાઉન્ડ કે મડ પુડિંગ વિકસિત કરવામાં આવશે. તેમજ વિવિધ પ્રકારના શેલ્ટર પણ બનાવવામાં આવશે.

સુરતમાં ગ્રીન સ્પેસ માત્ર 12 ટકા છે. ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે વ્યક્તિ દીઠ બે ડઝન વૃક્ષોની જરૂર છે. પરંતુ સુરતમાં તેની સામે ફક્ત 8 વૃક્ષ છે. જોકે બાયોડાઈવર્સિટી પાર્કથી શહેરને હરિયાળી તરફ લઈ જવાના પ્રયાસ છે. અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા, સીનીયર સીટીઝન કોર્નર, બાઈસીકલ ટ્રેક, ફૂડકોર્ટ, મલ્ટી એક્ટિવિટી પેવેલિયન, આર્ટિસ્ટિક બ્રિજ હશે. ખાડી કિનારાના આસપાસના વિસ્તારમાં તો ગંદકી રહેતી હોય છે, પરંતુ અહીં મોટો પાર્ક વિકસિત કરીને ફરવા લાયક સ્થળ તેમજ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની કામગીરી કરાશે. જેથી પ્રદૂષણ પણ ઓછું થશે. હવાનું મોટી માત્રામાં શુદ્ધિકરણ થશે.

આ પણ વાંચોઃ Surat: એક વર્ષમાં 34.32 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે મહાનગરપાલિકાની 122.75 ટકા સિદ્ધિ

આ પણ વાંચોઃ પૂનમે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવનાને પગલે રાજ્યના કેટલાક મંદિરો રહેશે બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

g clip-path="url(#clip0_868_265)">