પૂનમે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવનાને પગલે રાજ્યના કેટલાક મંદિરો રહેશે બંધ, જાણો કયુ મંદિર કેટલા દિવસ બંધ રહેશે

ગુજરાતના મંદિર ટ્રસ્ટો દ્વારા રાજ્યમાં કોરોનાનું સંકટ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે. અગાઉ પણ કોરોના કેસ વધતા આ મંદિરોના દ્વારા દર્શનાર્થીઓ માટે ઘણા દિવસો બંધ રાખવામાં આવ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jan 16, 2022 | 9:18 AM

ગુજરાતમાં કોરોના (Corona)નું સંકટ વધી રહ્યુ છે. કોરોના સાથે ઓમિક્રોનના કેસમાં પણ રાજ્યમાં વધારો જોવા મળી રહ્યુ છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યભરના મોટા મંદિરો ( Gujarat Temple)માં દર્શનાર્થીઓ (devotees) માટે દ્વાર થોડા દિવસ બંધ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં ભક્તિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. ગુજરાતમાં પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટતી હોય છે. જો કે આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની શરુઆત વચ્ચે ભક્તો પૂનમના દિવસે મંદિરોમાં દર્શન માટે નહીં જઇ શકે. વધતા કોરોનાના કેસને કારણે આ વખતે અનેક મંદિરોમાં પૂનમના દિવસે બંધ રહેશે.

માત્ર પૂનમના દિવસ પુરતા જ નહીં રાજ્યના ઘણા પ્રસિદ્ધ મંદિરોના દ્વાર થોડા દિવસ દર્શનાથીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મામાં આવેલુ અંબિકા માતાજીનું મંદિર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર સંચાલકોએ કર્યો છે. ખેડબ્રહ્માનું મા અંબેનું આ મંદિર 23મી જાન્યુઆરીએ ભક્તો માટે ખોલવામાં આવશે. ખેડબ્રહ્મામામાં પોષી પૂનમે બંધ બારણે જ અન્નકૂટ ભરાશે અને પૂજન અર્ચન થશે.

શામળાજી મંદિરને પણ પોષી પૂનમને દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પોષી પૂનમના દિવસે ભીડ ઉમટવાની સંભાવનાને લઇને ટ્રસ્ટી મંડળે આ નિર્ણય લીધો છે.તો ખેડા જિલ્લામાં આવેલુ ડાકોરનું મંદિર પણ પૂનમે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો બીજી બાજુ દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ માટે હવે 20 લોકોને જ મંજૂરી અપાઈ છે.

ગુજરાતના મંદિર ટ્રસ્ટો દ્વારા રાજ્યમાં કોરોનાનું સંકટ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે. અગાઉ પણ કોરોના કેસ વધતા આ મંદિરોના દ્વારા દર્શનાર્થીઓ માટે ઘણા દિવસો બંધ રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ

DAMAN: સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે બાળકીને પીંખી નાખી, પોલીસે આરોપીને કર્યો જેલ હવાલે

આ પણ વાંચોઃ

Chhota Udepur: ST ડેપોમાં એક વર્ષના બાળકને ત્યજીને પિતા ફરાર, આખી રાત યુવાનોએ આ રીતે બાળકને સાચવ્યો, જુઓ વીડિયો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati