Surat: એક વર્ષમાં 34.32 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે મહાનગરપાલિકાની 122.75 ટકા સિદ્ધિ
છેલ્લાં એક વર્ષમાં સુરત મનપા દ્વારા 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં 34.32 લાખ લોકોના ટાર્ગેટ સામે અત્યાર સુધી 42.13 લાખ લોકોને પ્રથમ ડોઝ આપ્યો છે એટલે કે લક્ષ્યાંક સામે 122.75 ટકાની સફળતા મેળવાઇ છે.
સુરત (Surat) સહિત સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન (Vaccination)ની કામગીરીનો પ્રારંભ થયો હતો. આજે રવિવારે વેક્સિનેશનની કામગીરીને એક વર્ષ પૂર્ણ થયું છે. છેલ્લાં એક વર્ષમાં કોરોનાની બે લહેરનો સામનો સુરત સહિત સમગ્ર દેશે કર્યો છે .
ગયા વર્ષે વેક્સિનેશનની કામગીરીનો તબક્કાવાર પ્રારંભ થયો હોવાથી સંલગ્ન લોકો પૂરતા વેક્સિનેટેડ ન હતાં અને તેને કારણે કોવિડના ખપ્પરમાં હજારો લોકો હોમાયા હતા, પરંતુ હાલ ચાલી રહેલ ત્રીજી લહેર દરમિયાન કેસોની સંખ્યા બીજી લહેર કરતાં વધુ ઝડપથી વધી રહી છે, પરંતુ ગંભીરતાનું પ્રમાણ ખૂબ ઓછું નજરે પડી રહ્યું છે . જેનું મુખ્ય કારણ રસીકરણ છે.
છેલ્લાં એક વર્ષમાં સુરત મનપા દ્વારા 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં 34.32 લાખ લોકોના ટાર્ગેટ સામે અત્યાર સુધી 42.13 લાખ લોકોને પ્રથમ ડોઝ આપ્યો છે એટલે કે લક્ષ્યાંક સામે 122.75 ટકાની સફળતા મેળવાઇ છે.
અત્યાર સુધી વેક્સિનેશન અંતર્ગત સુરત મનપા દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી થઇ છે . 2011 ના વસ્તી ગણતરીના આંકડા મુજબ 18 વર્ષથી ઉપરની આયુ ધરાવતાં કુલ 34,32,737 વ્યક્તિઓ પૈકી અત્યાર સુધી 42,13,664 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 18,704 વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ છેલ્લાં ચાર દિવસમાં આપવામાં આવ્યા છે.
32,82,776 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 89.83 ટકા લોકોને બન્ને ડોઝ આપવામાં તંત્રને સફળતા મળી છે. બીજા ડોઝ માટે યોગ્યતાપ્રાપ્ત હોય તેવાં વ્યક્તિઓ પૈકી 3.80 લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. જેથી તંત્ર દ્વારા તમામ પ્રયત્ન સંપૂર્ણ વેક્સિનેશન માટેના હાથ ધરવામાં આવ્યા છે. તાજેતરમાં ત્રીજી લહેર દરમિયાન રોકેટ ગતિએ વધતાં કોરોનાના કેસો છતાં હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુદરનું પ્રમાણ નહીંવત છે. તેનો શ્રેય શહેરમાં થયેલ રસીકરણને આપી શકાય .
સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારસુધીમાં રસીકરણ માટે ખરેખર ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો-
Bhavnagar: સંક્રમણ ન વધે તે માટે તંત્ર કરાવી રહ્યુ છે કોરોના ગાઇડલાઇનનો કડક અમલ, 40 હજારથી વધુ માસ્કનું વિતરણ પણ કર્યુ
આ પણ વાંચો-