Surat Corona Update : સુરતમાં કોરોના બેફામ, 10 જ દિવસમાં કેસની સંખ્યા 10 ગણી વધી
ગઇ 5 જાન્યુઆરીના રોજ શહેરમાં 61 એક્ટીવ કેસ હતા. આ સાથે કુલ એક્ટીવ કેસની સંખ્યા તે દિવસે 1949 થયા હતા.
વર્ષ 2022 ની શરૂઆત થતા જ શહેરમાં કોરોનાનો(Corona ) રાફડો ફાટ્યો હોય તેમ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. વિતેલા એક જ અઠવાડીયામાં શહેરમાં પ્રતિદિવસ 1500 થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં રિકવરી રેટમાં(Recovery Rate ) ઘટાડો થવા સાથે એક્ટીવ કેસની(Active Case ) સંખ્યા વધી ગઇ છે.
જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં એક્ટીવ કેસની સંખ્યા 10 થી 12 ગણી વધી ગઇ છે. દરમિયાન મનપાના રાંદેર અને અઠવા ઝોનમાં એક્ટીવ કેસની સંખ્યા સૌધી વધારે હોય આરોગ્ય તંત્ર માટે કેસની વધેલી સંખ્યા ચિંતાનો વિષય બની ગઇ છે.
એક્ટીવ કેસની સંખ્યા 19 હજાર ઉપર પહોંચી ગઇ છે. દસ દિવસની અંદર પોઝિટીવ રેટ વધતા એક્ટીવ કેસની સંખ્યા વધી ગઇ છે. કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ વર્ષ 2022 ની શરૂઆત થતા જ કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે.
કેસની સંખ્યામાં પ્રતિદિવસ વધારો નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતા ફરી વખત વધી છે અને લોકો પણ ફરીથી કોરોના વાયરસથી બચવા સજાગ થઇ ગયા છે. ગઇ 5 જાન્યુઆરીના રોજ શહેરમાં 61 એક્ટીવ કેસ હતા. આ સાથે કુલ એક્ટીવ કેસની સંખ્યા તે દિવસે 1949 થયા હતા.
ત્યારબાદ 10 દિવસના રાંદેર અને અઠવા ઝોનમાં કેસની સંખ્યા વધુ છે. ત્યારે રવિવારે રાંદેર ઝોનમાં 520 અને અઠવા ઝોનમાં 349 કેસ નોંધાયા હતા . બન્ને ઝોનમાં કેસ વધવા સાથે એક્ટીવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેસની સંખ્યામાં ઉછાળો આવવા સાથે હોસ્પિટલોમાં પણ દર્દીઓ વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે.
જેથી મનપા દ્વારા ટ્રેકીંગ , ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ટ્રીપલ ટીની ફોર્મ્યુલા વધુ આક્રમક કરીને ટેસ્ટીંગ શરૂ કરવા માટે ધન્વન્તરી રથ અને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી વધારી છે. રાંદેર ઝોનમાં એક્ટીવ કેસની સંખ્યા 5500 થી વધુ હોવાથી તે વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી ગઇ છે.
શહેરમાં કેસ વધવા સાથે રિકવરી રેઈટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 4 જાન્યુઆરીના રોજ રિકવરી રેટ 97.50 ટકા હતા તે હાલમા ઘટીને 86.90 ટકા થઈ ગયો છે. રિકવરી રેટ ઓછો થતાં હવે હોસ્પીટલાઈઝ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતાં પાલિકા તંત્રએ આગોતરૂ આયોજન શરૂ કર્યું છે.
આ પણ વાંચો : Surat : કોરોનાની ત્રીજી લહેર પિક ઉપર, પણ ગ્રામ્ય વિસ્તારમાં RTPCR લેબ શરૂ કરવાની જાહેરાત પોકળ
આ પણ વાંચો : સુરતમાં નવી સ્કીમ, 1 કિલો પતંગની દોરીની ગુંચ લાવનારને અને 1 કિલો લોચો મફત!