Surat : નેચરલ ડાયમંડની સરખામણીએ બમણી ગતિથી વધી રહી છે સિન્થેટિક હીરાની ગ્રોથ, એક વર્ષમાં 10 હજાર કારીગરો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા

|

Feb 17, 2022 | 4:47 PM

હાલમાં સુરતમાં 1000 થી વધુ સિન્થેટિક ડાયમંડ ફેક્ટરીઓ છે. આમાં 1,00,000 થી વધુ કામદારો કામ કરી રહ્યા છે.

Surat : નેચરલ ડાયમંડની સરખામણીએ બમણી ગતિથી વધી રહી છે સિન્થેટિક હીરાની ગ્રોથ, એક વર્ષમાં 10 હજાર કારીગરો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા
Growth of synthetic diamonds doubles as compared to natural diamond (File Image)

Follow us on

નેચરલ ડાયમંડ(Diamond ), કટ અને પોલિશ્ડ હીરાનો ગઢ છે અને હવે સિન્થેટિક (Lab-Grown ) હીરાની ચમક પણ વધારી રહ્યું છે. કોરોનાની(Corona ) બીજી લહેર બાદ કુદરતી હીરા કરતાં સિન્થેટિક હીરાની માગમાં વધારો થયો છે. એટલું જ નહીં તેની વૃદ્ધિમાં પણ 20 થી 90 ટકાનો વધારો થયો છે. આ જોતાં એક વર્ષમાં નેચરલ ડાયમંડ ફેક્ટરીઓમાં કામ કરતા 10 હજારથી વધુ કામદારો સિન્થેટિક ડાયમંડ ફેક્ટરીઓમાં કામે લાગ્યા છે. બંનેનો પગાર લગભગ સરખો છે. કૃત્રિમ હીરાની ઓછી કિંમતને કારણે કામદાર છુટા થઈ જાય તો તેમને ચૂકવણી કરવામાં આવતી નથી, જ્યારે કુદરતી હીરાના કારખાનાઓમાં નુકસાન થાય તો તેમના વેતનમાંથી કાપવામાં આવે છે.

સિન્થેટીક ડાયમંડની માગને જોતા ઉદ્યોગ સાહસિકોનો ટ્રેન્ડ પણ આ તરફ વધી રહ્યો છે. આ દિવસોમાં હીરાના કારખાનાઓમાં 25 ટકા હીરા કામદારોની અછત છે. તેનું કારણ પણ ક્યાંકને ક્યાંક સિન્થેટિક ડાયમંડ જણાવવામાં આવી રહ્યું છે.

સુરતમાં 1000 થી વધુ સિન્થેટીક હીરાના કારખાનામાં એક લાખ કામદારો કામ કરે છે, જે હોંગકોંગ, જાપાન, અમેરિકા, યુરોપમાં નિકાસ થાય છે. સરકાર તરફથી માન્યતા મળ્યા બાદ સિન્થેટીક હીરાનો ધંધો ઝડપથી વધ્યો છે. જ્યારે વેપારી સંગઠનોએ અનેક વિનંતીઓ કરી ત્યારે કેન્દ્ર સરકારે તેને માન્યતા આપી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

GST વિભાગ દ્વારા નેચરલ અને સિન્થેટિક હીરાને અલગ-અલગ કોડ આપવામાં આવ્યા છે. હાલમાં સુરતમાં 1000 થી વધુ સિન્થેટિક ડાયમંડ ફેક્ટરીઓ છે. આમાં 1,00,000 થી વધુ કામદારો કામ કરી રહ્યા છે. એ દિવસોમાં પણ જ્યારે નેચરલ ડાયમંડનો બિઝનેસ નબળો હતો ત્યારે સિન્થેટિક ડાયમંડનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો હતો. સિન્થેટિક ડાયમંડના વેપારીએ જણાવ્યું કે તેના કામમાં જોખમ ઓછું છે અને બિઝનેસ પણ સરળ છે.

લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે અહીં કામદારોના પગારમાં કોઈ ઘટાડો કરવામાં આવતો નથી. ઘણી વખત દેશમાંથી આવતા ખરબચડા હીરાની યોગ્ય સાઈઝ ન હોવાને કારણે તેની પ્રક્રિયા કરવી વધુ મુશ્કેલ બની જાય છે. આમાં, નુકસાનના કિસ્સામાં વર્કરની જવાબદારી નક્કી કરવામાં આવે છે.

બીજી તરફ સિન્થેટિક ડાયમંડની કિંમત ઓછી હોવાથી કામદારને નુકસાન થવાની શક્યતા ઓછી છે. તેની સાઈઝને કારણે પ્રક્રિયા સરળ બને છે, જો નેચરલ ડાયમંડની ડિમાન્ડ ઓછી હોય તો કામદારોની નોકરી જતી રહેવાનું જોખમ રહે છે, જ્યારે સિન્થેટિક ડાયમંડમાં આવી સ્થિતિ અત્યાર સુધી આવી નથી.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શન કરાયુ

આ પણ વાંચોઃ ગુનાખોરીનું એપીસેન્ટર: સુરત પોલીસ કમિશનરે કહ્યું શહેરમાં ફેબ્રુઆરીના 17 દિવસમાં 11 હત્યા થઈ

Next Article