AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શન કરાયુ

આરોપી ફેનીલ ગોયાણી પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના મિત્ર એક કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યાર બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો, આ તમામ સ્થળો પર તેને ફેરવવામાં આવ્યો હતો

Surat: ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શન કરાયુ
ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સાથે રાખી ઘટના સ્થળે પોલીસ દ્વારા રી-કન્ટ્રક્શન કરાયુ
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 17, 2022 | 3:51 PM
Share

સુરત જિલ્લાના પાસોદરા પાટીયા પાસે 21 વર્ષની યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનીલને સાથે રાખી આજે સવારથી ઘટનાના દિવસે શુ થયું હતું તેને લઈને રિકન્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પોલીસ દ્વારા SITની જે રચના કરવામાં આવી છે તે ટિમ સાથે અલગ અલગ જગ્યા પર લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. જોકે આરોપી ફેનીલ ગોયાણી બનાવમા દિવસે કયાં કયાં ફર્યો હતો અને કયાંથી છરી ખરીદવામાં આવી અને હત્યાના સ્થળ પર પણ આરોપીને લઈ જવામાં આવ્યો હતો. પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના મિત્ર એક કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યાર બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો.

ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે તે સુરત જિલ્લાના પાસોદરા ગામમાં રહેતી 21 વર્ષીય ગ્રીષ્મા વેકારિયાને તેવા ઘર નજીક જઈને પરિવાર સામે બાનમાં લઈ હત્યા કરતા મામલો ગરમાયો હતો. ત્યારે યુવતી ગ્રીષ્મા વેકરિયાની તેના એક તરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનીલ પંકજ ગોયાણીએ સાંજના સમયે લોકોની વચ્ચે છરી વડે ગળુ કાંપી હત્યા કરી દીધી હતી.

ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનીલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી તેની ઉપર ઉભો રહ્યો હતો અને બાદમાં ખિસ્સામાંથી માવો કાઠીને ખાધો હતો. બાદમાં પરિવાર પાછળ દોડ્યો હતો અને હાથમાં ચપ્પુ માર્યું હતું. બાદમાં પોલીસ આવતા તેને પકડી પાડ્યો હતો.

આરોપીને સુરત જિલ્લા કઠોર કોર્ટમાં રજુ કરી 19મી તારીખ સુધીના રીમાન્ડ મેળવ્યા હતા. બાદમાં આજે હત્યાની ઘટનાનું રીકન્ટ્ર્કશન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા DYSP બી. કે. વનારના નેજા હેઠળ આખી ટિમ દ્વારા એક પછી એક સ્થળ પર વિટીઝ કરી હતી અને તમામ ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું.

જ્યારે આરોપી ફેનીલને યુવતીના ઘર નજીક લાવતા પરિવારોજનોમાં રોષ જોવા મળ્યો હતો, પણ કોઈ ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાયો હતો.

રિકન્ટ્રકશન ક્યાં ક્યાં કરવામાં આવ્યું

– કામરેજ પોલીસ સ્ટેશનથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્રના કાફે લઈ જવામાં આવ્યો હતો. – મિત્રના કાફે બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો હતો. – બાદમાં અમરોલી વિસ્તારમાં જ્યાં યુવતીને કોલેજ બહાર મુલાકાત કરી હેરાન કરી હતી ત્યાં લઈ જવાયો. બાદમાં ત્યાંથી તે તેના મિત્ર પાસે જવાયો હતો. – બાદમાં પોલીસ અમરોલીથી પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી હતી ત્યાં લાવી હતી. – વિડીયોમાં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમરેલીમાં પોલીસ સ્ટેશનના તમામ 50 કર્મયારીઓની બદલી, SP નિર્લિપ્ત રાયનો નિર્ણય

આ પણ વાંચોઃ ગુનાખોરીનું એપીસેન્ટર: સુરત પોલીસ કમિશનરે કહ્યું શહેરમાં ફેબ્રુઆરીના 17 દિવસમાં 11 હત્યા થઈ

Follow Us
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
g clip-path="url(#clip0_868_265)">