Surat : પાણીના ટેમ્પાની આડમાં બાઈક ચોરી કરતા ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી

|

Sep 03, 2022 | 3:15 PM

ફરિયાદ સીંગણપોર પોલીસને મળતા સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા પાણીના ટેમ્પાની આડમાં બાઈક ચોરી કરતા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.

Surat : પાણીના ટેમ્પાની આડમાં બાઈક ચોરી કરતા ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી
Four people were arrested for stealing bikes under the guise of water tanks

Follow us on

સુરત (Surat) શહેરના સિંગણપોર પોલીસ દ્વારા વહેલી સવારે અલગ અલગ વિસ્તારોમાં પાણીના ટેમ્પાની આડમાં બાઈક ચોરી કરતા ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ચોરીની બાઈક અને ટેમ્પો પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. બાઇક ચોરી કરતી ગેંગ ફરી એક વખત શહેરમાં સક્રિય થઈ છે. સુરત પોલીસ પણ આવા ચોરોને પકડવા માટે સક્રિય છે અને સતત વોચ ગોઠવીને ગેંગને પકડી પાડવા માટે તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે બાઇક ચોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તે લોકો સવારે ચાલવા નીકળતા હોય ત્યાં તેમની પાસે ચેન સ્નેચિંગ કરતા હતા.

આ ગેંગ ને ઝડપી પડવામાં આવી હતી અને ત્યાં સુરત પોલીસ પણ બાઇક ચોરી કરી ગેંગ સામે લાલ આંખ કરી છે. સુરતની સિંગણપોર પોલીસ દ્વારા બાઈક ચોરી કરતી ગેંગ ને ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા ચાર આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીની બાઈક અને ટેમ્પા સહિતનો મુદ્દા માલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

સુરતના સિંગણપોર વિસ્તારમાં વહેલી સવારે પાણીના ટેમ્પોમાં આવેલા બે ઇસમો બાઈકની ચોરી કરતા હતા. આ બંને ઇસમો ટેમ્પામાં બાઈક મૂકી પાણીની બોટલો બાઇકની આજુબાજુમાં મૂકી દેતા હતા. જેથી ટેમ્પામાં ચોરીની બાઈક પડેલી છે તેવું ત્યાં કોઈ વ્યક્તિને ન દેખાય.

દુનિયાના એ 7 દેશો જ્યાં અઠવાડિયામાં માત્ર 4 દિવસ કરવું પડે છે કામ
સત્તુ સિવાય, ઉનાળામાં આ પાંચ વસ્તુઓ તમારા પેટને ઠંડક આપશે
મની પ્લાન્ટના પાનનું પીળા પડી જવું કઈ વાતનો સંકેત આપે છે?
જગન્નાથ મંદિરની ધજા લઈને ઉડી ગયું ગરુડ! શું કોઈ મોટી આફતના સંકેત છે?
Cucumber: કાકડી કઈ રીતે ખાવા વધુ ફાયદાકારક છે - છાલ સાથે કે છાલ વગર?
આજનું રાશિફળ તારીખ : 15-04-2025

જોકે આ ફરિયાદ સીંગણપોર પોલીસને મળતા સિંગણપોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા પાણીના ટેમ્પાની આડમાં બાઈક ચોરી કરતા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર ઈસમો પાસેથી ચોરી કરેલું એક બાઈક અને ટેમ્પા સહિતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

આ લોકો નવા એમઓ દ્વારા બાઇકો ની ચોરી કરતા કારણ કે પોલીસ પહોંચી શકે નહીં. આ મોડેસ ઓપરેન્ડી સાથે તેઓ કામ કરતા હતા છતાં પણ સુરત સિંગણપોર પોલીસે તેમનો ખેલ ઊંધો પાડ્યો છે. વહેલી સવારે લોકો સુતા હોય અને પાણી ની બોટલ મુકવાના બહાને સોસાયટીમાં આવી ને રેકી કરી બાઇક પહેલા દૂર સુધી દોરી ને લઈ જતા હતા અને ટેમ્પોમાં મૂકી બાઈકની ચોરી કરતા હતા.

Next Article