Surat: આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિને ધોરણ 8માં ભણતી ભાવિકાના ત્રીજા પુસ્તકનું થશે લોકાર્પણ

|

Apr 01, 2023 | 11:07 PM

11 વર્ષની ઉંમરે ભાવિકાએ 4 રામકથા કરી રૂ.52 લાખની દાનરાશિ એકત્ર કરી રામમંદિરના નિર્માણ માટે દાન આપ્યું હતું. ભાવિકા જણાવે છે કે 10 વર્ષની થઈ ત્યારે સ્કૂલો, બાળકોના કાર્યક્રમોમાં મારા જેવા 10 હજારથી વધુ બાળકોને ‘મોબાઈલ, ઓનલાઈન ગેમ્સના વળગણ અને તેનાથી છૂટવા માટેના ઉપાયો’ વિષય પર વાતચીત કરીને જાગૃત્ત કર્યા.

Surat: આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિને ધોરણ 8માં ભણતી ભાવિકાના ત્રીજા પુસ્તકનું થશે લોકાર્પણ

Follow us on

2 એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિન. સમગ્ર વિશ્વમાં બાળલેખકો, બાલ સાહિત્યકારોને નવાજવા માટેના આ દિવસે વાત કરવી છે સુરતની એવી બાળલેખિકાની. જેણે માત્ર 11 વર્ષની ઉંમરે “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું પુસ્તક લખ્યું હતું. નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી આ બાળલેખિકા છે. ભાવિકાના  અન્ય એક પુસ્તક ‘21 સેન્ચુરી: રિલિવન્સ ઓફ રામ’ નામના પુસ્તકનું પણ 2જી એપ્રિલના રોજ  વિમોચન થશે.

ધો.8માં અભ્યાસ કરતી ભાવિકા મહેશ્વરી. બહુમુખી પ્રતિભા ધરાવતી ભાવિકા મોબાઈલ ગેમ્સની માયાજાળમાંથી બચાવવા 10 હજાર જેટલા બાળકોને પબજીની લત અને મોબાઈલ એડિક્શન અંગે જાગૃત કરી ચૂકી છે.

 ભાવિકાએ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના સંઘર્ષ અંગે લખ્યું પુસ્તક

ભારતીય સંસ્કૃતિમાં બાળકને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. ‘બચ્ચે મન કે સચ્ચે’ એવી ભાવના પણ પ્રચલિત છે. કોરી પાટી સમાન બાળકોના દિમાગમાં નાની વયથી જ સંસ્કારોનો એકડો ઘૂંટી શકાય તેમજ પોતાના જેવા અન્ય બાળકોને સભ્ય નાગરિક બનાવી શકાય એ માટે ભાવિકા મહેશ્વરીએ ‘આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે. ઉપરાંત, હાલમાં જ તેણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંઘર્ષ અને સિદ્ધિની દાસ્તાન આલેખતું ‘સંઘર્ષ સે શિખર તક’ પુસ્તક પણ લખ્યું છે. ઉપરાંત વિશ્વની પહેલી ‘કોરોના અવેરનેસ ડ્રોઇંગ બુક’માં પણ ટીમ મેમ્બર રૂપે યોગદાન આપ્યું છે.

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

આ પણ વાંચો: 130 વર્ષ જૂનો અમદાવાદનો એલિસ બ્રિજ હજુ પણ છે અડીખમ, જાણો તેનો ઈતિહાસ

વર્ષ 2009માં સુરતમાં જન્મેલી ભાવિકા હાલ ધો.8માં અભ્યાસ કરે છે. માતાપિતા સાથે સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. બાળપણથી આધ્યાત્મિક વાતાવરણમાં ઉછેર થવાથી ભાવિકાએ ધર્મ, અધ્યાત્મ, વેદપુરાણોનું ગહન જ્ઞાન પણ મેળવ્યું છે. જેના થકી આજે તે ‘બાલ રામકથાકાર અને બાલભાગવતકથાકાર’ પણ છે. આ તેના પ્રેરક વ્યક્તિત્વનું બીજું પાસું છે.

 4 રામકથા કરીને રામમંદિરના નિર્માણ માટે 52 લાખનું દાન એકત્ર કર્યું

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ભાવિકાએ શાળાના ભણતરની સાથે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને રામાયણનું તલસ્પર્શી અધ્યયન કર્યું હતું. રામના આદર્શ જીવનથી પ્રભાવિત થઈને તેણે તેણે વિચાર્યું કે, રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે હું પણ યથાશક્તિ યોગદાન આપીશ. અને 11 વર્ષની ઉમરે ભાવિકાએ 4 રામકથા કરી રૂ.52 લાખની દાનરાશિ એકત્ર કરી રામમંદિરના નિર્માણ માટે દાન આપ્યું હતું.

ભાવિકા જણાવે છે કે, 10 વર્ષની થઈ ત્યારે સ્કૂલો, બાળકોના કાર્યક્રમોમાં મારા જેવા 10 હજારથી વધુ બાળકોને ‘મોબાઈલ, ઓનલાઈન ગેમ્સના વળગણ અને તેનાથી છૂટવા માટેના ઉપાયો’ વિષય પર વાતચીત કરીને જાગૃત્ત કર્યા. ત્યારબાદ પહેલીવાર “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” વિષય પર યુટ્યુબ વીડિયો સિરીઝ બનાવી હતી. આ સિરિઝને પિતાજીએ પુસ્તકમાં રૂપાંતરિત કરવાનું સુચન કર્યું હતું. પિતાના માર્ગદર્શન થકી “આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય” નામનું પહેલું પુસ્તક લખ્યું હતું.

આ પુસ્તકમાં બાળકોને કુસંગત, જંકફૂડથી નુકસાન, સારી આદતો, ટીવીની નકારાત્મકતા, મોબાઈલ-કોમ્પ્યુટરનો દુરૂપયોગ, અભ્યાસનું મહત્વ, વડીલો પ્રત્યે આદરભાવ, સારા પુસ્તકોનું વાંચન જેવા વિવિધ વિષયો પર જ્ઞાનસભર વિચારો આલેખ્યા છે. જે બાળકો માટે પ્રેરણારૂપ છે.

“સંઘર્ષ સે શિખર તક’ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રેરણાદાયી કહાની” પર લખ્યું છે. તેઓ ગરીબી અને સંઘર્ષો સામે લડીને પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે, જેની ગાથા વાંચીને વાંચકોમાં સકારાત્મક સંદેશ જશે, અને સ્ત્રી સશકિતકરણને પણ બળ મળશે. ઝૂંપડીમાં જન્મ લઈ રાષ્ટ્રપતિ બનવું એ જ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ખૂબસૂરતી છે એમ ભાવિકા કહે છે.

ભાવિકા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ સર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભારતીય સેનાના CDS-ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ મનોજ મુકુંદ નરવણે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓએ વિવિધ મુલાકાતોમાં તેની સિદ્ધીઓ જાણી પ્રોત્સાહનપત્ર અર્પણ કર્યા છે.

બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનામાં બ્રાન્ડ એમ્બેસેડર

તાજેતરમાં જ ભાવિકાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2023’ના દિવસે શ્રેષ્ઠ કામગીરી અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનામાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નોમિનેટ થવા બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article