PSM100: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 33 દિવસ દરમિયાન માનવ ઉત્કર્ષ, સ્વામિનારાયણ સાહિત્ય દિનથી માંડીને આદિવાસી ગૌરવ દિનની થશે ઉજવણી
આ દિવસો દરમિયાન સંતો અને યુવકો દ્વારા શાસ્ત્રીય રાગ આધારિત કીર્તન ભક્તિનો કાર્યક્રમ પણ યોજાશે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે સાહિત્ય સર્જન થયું ત્યારથી માંડીને હાલના સંતો દ્વારા વિવિધ વિષયો આધારિત પુસ્તકો લખવામાં આવ્યા છે તેને અનુલક્ષીને સ્વામિનારાયણ સંત સાહિત્ય દિવસની ઉજવણી થશે. પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસીઓના ઉત્કર્ષ માટે જે કાર્યો કર્યા અને આદિવાસીઓના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તેને ઉજાગર કરતા આદિવાસી ગૌરવ દિનની પણ ઉજવણી કરવામાં આવશે.
થોડા દિવસો બાદ અમદાવાદના આંગણે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે સતત 30 દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોથી મહોત્સવ સ્થળ – પ્રમુખસ્વામી મહારાજ નગર ગૂંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોશિયેશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર દિવસભર રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં નિત્ય ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંતો, વિદ્વાનો, મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં મુખ્યત્વે નીચે મુજબ વિવિધ વિષયના કાર્યક્રમો યોજાશે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
આ દિવસો દરમિયાન સંતો અને યુવકો દ્વારા શાસ્ત્રીય રાગ આધારિત કીર્તન ભક્તિનો કાર્યક્રમ પણ યોજાસે. સાથે સાથે અખાતી દેશોના દિવસની ઉજવણી થશે. તો સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જે સાહિત્ય સર્જન થયું ત્યારથી માંડીને હાલના સંતો દ્વારા વિવિધ વિષયો આધારિત પુસ્તકો લખવામાં આવ્યા છે તેને અનુલક્ષીને સ્વામિનારાયણ સંત સાહિત્ય દિવસની ઉજવણી થશે. પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસીઓના ઉત્કર્ષ માટે જે કાર્યો કર્યા અને આદિવાસીઓના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તેને ઉજાગર કરતા આદિવાસી ગૌરવ દિનની પણ વિશેષ ઉજણી કરવામાં આવશે. ત્યારે સાથે સાથે મહિલા દિવસની પણ બે દિવસ દરમિયાન ઉજવણી થશે. આ સમગ્ર કાર્યક્રમ સાંજની સંધ્યાસભા દરમિયાન રોજ સાંજે 5-30થી 7-30 દરમિયાન યોજાશે.
મહોત્સવના દિવસ દરમિયાન થશે 33 વિવિધ દિવસોની ઉજવણી
- 14 ડિસેમ્બર 2022 પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉદ્ઘાટન સમારોહ
- 15 ડિસેમ્બર 2022 આંતરરાષ્ટ્રીય માનવ-ઉત્કર્ષ સંમેલન
- 16 ડિસેમ્બર 2022 સંસ્કૃતિ દિન
- 17 ડિસેમ્બર 2022 પરાભક્તિ દિન
- 18 ડિસેમ્બર 2022 મંદિર ગૌરવ દિન
- 19 ડિસેમ્બર 2022 – ગુરૂભક્તિ દિન
- 20 ડિસેમ્બર 2022 – સંવાદિતા દિન
- 21 ડિસેમ્બર 2022 – સમરસતા દિન
- 22 ડિસેમ્બર 2022 – આદિવાસી ગૌરવ દિન
- 23 ડિસેમ્બર 2022 – અધ્યાત્મ અને આરોગ્ય દિન
- 24 ડિસેમ્બર 2022 – વ્યસનમુક્તિ – જીવન પરિવર્તન દિન
- 25 ડિસેમ્બર 2022 – રાષ્ટ્રીય સંત સંમેલન
- 26 ડિસેમ્બર 2022 – સ્વામિનારાયણીય સંત સાહિત્ય – લોક સાહિત્ય દિન
- 27 ડિસેમ્બર 2022 – વિચરણ-સ્મૃતિ દિન
- 28 ડિસેમ્બર 2022 – સેવા દિન
- 29 ડિસેમ્બર 2022 – પારિવારિક એકતા દિન
- 30 ડિસેમ્બર 2022 – સંસ્કાર અને શિક્ષણ દિન
- 31 ડિસેમ્બર 2022 – દર્શન-શાસ્ત્ર દિન
- 1 જાન્યુઆરી 2023 – બાળ-યુવા કીર્તન આરાધના
- 2 જાન્યુઆરી 2023 – બાળ સંસ્કાર દિન
- 3 જાન્યુઆરી 2023 – યુવા સંસ્કાર દિન
- 4 જાન્યુઆરી 2023 – ગુજરાત ગૌરવ દિન
- 5 જાન્યુઆરી 2023 – મહિલા દિન-1
- 6 જાન્યુઆરી 2023 – બી.એ.પી.એસ. અખાતી દેશ દિન
- 7 જાન્યુઆરી 2023 – બી.એ.પી.એસ. નોર્થ અમેરિકા દિન
- 8 જાન્યુઆરી 2023 – બી.એ.પી.એસ. યુ.કે.-યુરોપ દિન
- 9 જાન્યુઆરી 2023 – બી.એ.પી.એસ. આફ્રિકા દિન
- 10 જાન્યુઆરી 2023 – મહિલા દિન-2
- 11 જાન્યુઆરી 2023 – બી.એ.પી.એસ. એશિયા-પેસિફિક દિન
- 12 જાન્યુઆરી 2023 – અક્ષરધામ દિન
- 13 જાન્યુઆરી 2023 – સંત કીર્તન આરાધના
- 14 જાન્યુઆરી 2023 -શતાબ્દી મહોત્સવ સમાપન