સુરતઃ વિદેશમાં રહેતા પુત્રએ માતા-પિતાથી મોં ફેરવી લેતા દંપતીએ જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરુ

સુરતમાં સરથાણા વિસ્તારમાં એક વૃદ્ધ દંપતિએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા ની પાછળ તેનો દીકરો અને દીકરાનું વર્તન જવાબદાર હોવાના ઉલ્લેખ સાથેની સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે હવે ચીઠ્ઠી આધારે તપાસ શરુ કરી છે.

સુરતઃ વિદેશમાં રહેતા પુત્રએ માતા-પિતાથી મોં ફેરવી લેતા દંપતીએ જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરુ
પોલીસે શરુ કરી તપાસ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 10, 2024 | 5:58 PM

સુરત શહેરમાં ચોંકવનારી ઘટના સામે આવી જેમાં દીકરા ના કારણે માતા પિતા એ જીવન ટૂંકાવું પડ્યું દીકરાનું દેવું ચૂકવવા વૃદ્ધ પિતાએ 38 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું. દીકરાનું દેવું ચૂકવાઇ ગયું હતું, જો કે દીકરો કેનેડા જઈને મા બાપને ભૂલી ગયો અને દેવું પણ ચૂકવવાનો ઇનકાર કર્યો. પુત્રના વર્તને લઈ દંપતીને લાગી આવ્યું હતુ અને આખરે જીવન ટૂંકાવી દીધું.

વૃદ્ધ દંપતીને લાગી આવતા તેમણે આપઘાત કરી લીધો છે પિતા પુત્રના સંબંધોને શરમસાર કરતી આ ઘટનાએ સૌ કોઈને ચોકાવી મૂક્યા છે. ચુનીભાઇ ગેડિયા નામના વૃદ્ધે પોતાના પુત્ર પિયુષને કેનેડા મોકલવા અને પિયુષ ની ઉપર થઈ ગયેલું દેવું ચૂકવવા માટે પોતાના પાસેના દાગીના રોકડ રકમ તો આપી દીધી હતી. પરંતુ સગા સંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા પણ લઈ આવ્યા હતા.

આશા હતી વિદેશની કમાણીથી દેવું ભરાશે

દીકરો કેનેડા જશે અને કમાઈને આ દેવું ચૂકવશે એવી તેમને આશા અપેક્ષા હતી. પરંતુ દીકરાએ કેનેડા જઈને મા બાપને ભૂલી ગયો. એટલું જ નહીં રૂપિયા પણ ચૂકવ્યા નહીં. થોડા સમય પહેલા પિયુષ તેની પત્ની પાયલ અને દીકરો ક્રિશ ત્રણે કેનેડાથી સુરત આવ્યા હતા. ત્યારે પણ માતા-પિતાને મળવાની દરકાર દંપતીએ કરી ન હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં ચુનીભાઇ ગેડીયા એ કર્યો છે.

કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત
કાચના વાસણમાં છોડ ઉગાડતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

એક તરફ દીકરાને મોઢું ફેરવી લીધું બીજી તરફ વૃદ્ધ અવસ્થાને કારણે દેવું ચૂકવી શકાય તેવી સ્થિતિ ન હતી. તેને પગલે આ દંપતીએ આપઘાત કરી લીધો છે. જોકે આપઘાત કરનાર વૃદ્ધ ચુનીભાઇ ગેડિયાએ પોતાની જુદી જુદી પાંચ સુસાઇડ નોટમાં એ વાતનો અનેકવાર ઉલ્લેખ કર્યો છે.

લેણદારો માટે કહ્યું-ક્યારેય પૈસા નથી માગ્યા

સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો કે તેમણે જેમની પાસેથી પૈસા લીધા હતા, તેઓ કોઈએ પણ ક્યારેય ઉઘરાણી કરી નથી કે તેમને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચે કે ત્રાસ આપ્યો નથી. પરંતુ દીકરો જે કેનેડા હતો તેનું વર્તન તેમને ખૂબ જ દુભાવતું હતું અને એને લઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ છે.

ઈમોશનલ મુદ્દાઓને લઈને પણ જે સુસાઇડ નોટ લખી છે. તેમાં પોતાનો પુત્ર પિયુષ તો મોઢું ફેરવી જ ગયો હતો. પરંતુ પિયુષ ની પત્ની એટલે કે પુત્રવધુ પાયલ એ પણ જે રીતે આ વૃદ્ધ દંપતીને અપમાનિત કર્યા હતા એનો ઉલ્લેખ પણ એક સુસાઇડ નોટમાં છે. તેની સાથે સાથે જે રીતે પૌત્ર ક્રિશ તેમને વ્હાલો હતો તેનો ઉલ્લેખ કર્યો છે.

પૌત્રને માટે સલાહ લખી

ક્રિશ વ્હાલો હતું એટલું જ નહીં પરંતુ ક્રિસને શિખામણ પણ લખી છે, કે તારા પિતાએ એના પિતાને તરછોડી મૂક્યા હતા. પરંતુ તું તારા પિતા ને એની વૃદ્ધાવસ્થામાં તરછોડી મૂકતો નહીં. એવી એક સલાહ પણ લાગણીસભર શબ્દોમાં આપીશ આ વૃદ્ધે પોતાના કોની પાસે પૈસા લેવાના છે કોને ચૂકવવાના છે તેની યાદી પણ એક અલગ કાગળ ઉપર લખેલી છે. સમગ્ર બાબતે હાલતો સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">