સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન માવા ખાનારા પર તવાઈ, 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરાયા

|

Feb 01, 2023 | 4:50 PM

Surat News: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગુટખા અને પાન બીડીનું દુષણ દુર થાય તે માટે રોજના દસથી પંદર હજાર લોકોને ગેટ પર ચકાસણી કરવામાં આવે છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન માવા ખાનારા પર તવાઈ, 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરાયા
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન મસાલા ખાનારા પર તવાઇ

Follow us on

સરકાર દ્વારા સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવવામાં આવે છે. જો કે બીજી તરફ હજુ પણ નાગરિકોમાં જાગૃતતા જોવા મળતી નથી. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો પ્રયાસ કરાયો છે. સ્મીમેર હોસ્પિટલમાંથી 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરવામાં આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં રોજની દસથી પંદર હજાર લોકોની અવર જવર થાય છે. મુલાકાતીઓ માટે ગુટખા-બીડી સિગારેટ પર પ્રતિબંધનો અમલ કરવામાં આવે છે. સાથે જ દંડ પણ કરવામાં આવી રહ્યો છે.

સ્મીમેર હોસ્પિટલમાં ગંદકી દૂર રાખવાનો પ્રયાસ

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગુટખા અને પાન બીડીનું દુષણ દુર થાય તે માટે રોજના દસથી પંદર હજાર લોકોને ગેટ પર ચકાસણી કરવામાં આવે છે. સ્મીમેર હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર પર માર્સલ તહેનાત કરી લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં પ્રવેશતા લોકોનું કરાઈ રહ્યું છે ચેકિંગ

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજની દસથી પંદર હજાર લોકોની અવરજવર થાય છે. આ લોકો હોસ્પિટલમાં બીડી-સિગારેટ કે ગુટખા અને માવો લઈ પ્રવેશ કરે અને પિચકારી મારે કે ધુમ્રપાન કરે તેને અટકાવવા માટે પાલિકા તંત્ર દ્વારા હોસ્પીટલના ગેટ પર સિક્યુરિટી મુકવામાં આવે છે. સાથે લોકોને પાન મવા ગુટખા ન ખાવા પણ અપીલ કરવામાં આવી રહી છે અને 100 રૂપિયાનો દંડ પણ કરાઈ રહ્યો છે.

શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે?
આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો
મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો
Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 14-01-2025
Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?

40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરવામાં આવ્યા

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં જુદા-જુદા વિભાગોની મુલાકાત દરમિયાન નિયમિત ધોરણે સાફ સફાઈ થતી ન હોય તેમજ જયાં સાફ સફાઈ થતી હોય ત્યાં પાનની પિચકારી, પાન મસાલાના પડીકા વગેરે જેવો કચરો જોવા મળતા, ખાસ સાફ-સફાઈ ઝુંબેશના ભાગરૂપે હોસ્પિટલના તમામ મુખ્ય ગેટ પર માર્શલ અને સિક્યુરીટી ગાર્ડ મારફત અંદાજીત કુલ 3,00,000 નાગરિકોનું ચેકીંગ કરવામાં આવ્યું.

ઉપરોકત રેગ્યુલર ચેકીંગ દરમ્યાન અંદાજીત કુલ 40 કિ.ગ્રા. જેટલો બીડી, સિગારેટ, પાન મસાલા અને ગુટખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જેનો નાશ કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં પણ આ પ્રમાણે ડ્રાઈવ ચાલુ રહેશ તેવી ચીમકી આપવામાં આવી છે.

Next Article