અન્ય કોર્પોરેશન કરતા સુરત કોર્પોરેશનની વેકસીનેશનની કામગીરી પણ ઉમદા રહી છે. સુરત કોર્પોરેશને વેકસીનેશનનો 84 ટકા લક્ષ્યાંક મેળવ્યો છે. જ્યારે અન્ય મહાનગરપાલિકા દ્વારા 70 થી 75 ટકા જ ટાર્ગેટ અચીવ કરાયો છે. કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર સર્વે, ઓનલાઈન એપોઈમેન્ટ, ઓન ડિમાન્ડ રસીકરણ, રિપીટ કોલ, સોસાયટીના પ્રમુખની જવાબદારી નક્કી કરીને વેકસીનેશનની પ્રક્રિયા ઝડપી કરાઈ છે. જેનાથી આ લક્ષ્યાંક હાંસિલ થયો છે. સુરત મહાનગરપાલિકાના પાંચ પ્રયત્નો થકી વેક્સિનેશનનું આ મહા અભિયાન સફળ થઈ શક્યું છે
ડોર ટુ ડોર સર્વે
મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પહેલા ડોઝ વાળાને કાર્ડ આપીને નજીકના વેક્સીન સેન્ટર પર જવા માટે કહેવામાં આવે છ. એક અઠવાડિયા પછી ફરી સર્વે કરીને રસીકરણ માટે કહેવામાં આવે છે. જેની અસર એ થઈ કે જે લોકોમેં વેક્સીન માટે ભય અથવા તો અસમંજસ હતી તે દૂર થઈ રહી છે. અને હવે લોકો મોટી સંખ્યામાં વેક્સિનેશન માટે સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે
ઓનલાઇન અપોઇમેન્ટ
હોટસ્પોટ રજિસ્ટ્રેશનમાં લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું .જેને લઇને મહાનગરપાલિકા તરફથી ઓનલાઇન એપોઈમેન્ટ ની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પરિણામ એ આવ્યું કે સેન્ટર પર લાઇન ઓછી થઈ અને સમયસર વેક્સિન માટે લોકો આગળ આવતા રહ્યા,
ઓન ડિમાન્ડ vaccination
જે લોકો વેક્સીન લેવા નથી જઇ રહ્યા તે લોકો માટે મહાનગરપાલિકાએ ઓન ડિમાન્ડ વેક્સિનની વ્યવસ્થા કરી છે. કોઈ સોસાયટી માં 100 થી વધારે લોકોની લીસ્ટ આપવામાં આવે તો ત્યાં જઈને કોર્પોરેશન રસીકરણ કરે છે, જેનું પરિણામ એ આવ્યું છે કે લાઈનમાં ઊભા રહેવાની સમસ્યા ને કારણે ઘણા લોકો વેક્સીન લેવા જતા ન હતા, તેવા લોકોને હવે સોસાયટીમાં રસી મળી રહી છે.
રીપીટ કોલ
જે લોકોને ખબર નથી પડતી કે બીજો ડોઝ લેવાનો સમય આવી ગયો છે. તે લોકોને ઘરે જઈને અથવા તો સાથે સાથે રીપીટ કોલ કરીને જાણકારી આપવામાં આવી અને બીજા દિવસનું કન્ફર્મેશન લેવામાં આવે છે જેનું પરિણામ એ આવ્યું કે કોઈ કારણથી જે લોકો બીજો ડોઝ લેવાનું ભૂલી જાય છે તો તેમને યાદ અપાવવા પણ પણ વેક્સિનેશન વધી રહ્યું છે.
સોસાયટીના પ્રમુખને જવાબદારી
સોસાયટીના પ્રમુખ ને વેક્સિન નહીં લગાવનારા લોકોની લિસ્ટ બનાવવા માટે કહેવામાં આવી રહ્યું છે, અને પ્રમુખ દ્વારા એવા લોકોને સમજાવવા જણાવવામાં આવી રહ્યું છે. જેનું પરિણામ એ આવ્યું છે કે સોસાયટીના પ્રમુખ અને સમજાવટથી લોકો રસી માટે તૈયાર થઈ રહ્યા છે.