AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ટેકસટાઈલ ક્ષેત્રે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી PLI સ્કીમનો સૌથી વધુ લાભ સુરત તથા દક્ષિણ ગુજરાત લઈ શકશે: ચેમ્બર

દક્ષિણ ગુજરાતમાં આવેલ જિલ્લાઓ જેવા કે સુરત, તાપી તથા નવસારી જિલ્લામાં ખૂબ મોટાપાયે રોકાણ આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે.

Surat: ટેકસટાઈલ ક્ષેત્રે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી PLI સ્કીમનો સૌથી વધુ લાભ સુરત તથા દક્ષિણ ગુજરાત લઈ શકશે: ચેમ્બર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:13 PM
Share

આજે કેબિનેટમાં મળેલી મિટીંગમાં MMF ટેક્ષટાઈલ તથા ટેકનિકલ ટેક્ષટાઈલને આવરી લેતા 13 જેટલા પેટા વિભાગ માટે PLI સ્કીમને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી (Ashish Gujarati)એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં વખતથી આ સ્કીમને મંજૂર થવાની રાહ ઉદ્યોગપતિઓ જોઈ રહ્યા હતાં, જેને આજે કેબિનેટ દ્વારા મંજૂરી આપી રૂપિયા 10,683 કરોડ જેટલી માતબર રકમ આ સ્કીમ હેઠળ ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.

આમાંથી લગભગ રૂપિયા 7,000 કરોડ જેટલી રકમ MMF ટેક્ષટાઈલ ક્ષેત્રે ફાળવવામાં આવી છે અને રૂપિયા 4000 કરોડ જેટલી રકમ ટેક્નિકલ ટેક્ષટાઈલ ક્ષેત્રે ફાળવવામાં આવી છે. શરૂઆતમાં આ સ્કીમ માત્ર ગારમેન્ટ અને એપેરલ ક્ષેત્ર માટે જ હતી. ચેમ્બર દ્વારા પ્રધાનમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને MMF ફેબ્રિકના ઉત્પાદનને પણ આ સ્કીમ હેઠળ સમાવી લેવા વિનંતી કરવામાં આવી હતી. આજ રોજ જ્યારે આ સ્કીમની જાહેરાત થઈ છે અને જે કોઈ વિગતો ચેમ્બરને મળી છે, તેનાથી ચોક્કસ કહી શકાય કે આ સ્કીમમાં MMF ફેબ્રિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ PLI સ્કીમ હેઠળ નવું રોકાણ કરનાર એકમોએ 21 માર્ચ, 2023 પહેલા અરજી આપવાની રહેશે અને એકમો દ્વારા એના રોકાણની કિંમતથી ઓછામાં ઓછું બે ગણું ટર્નઓવર બે વર્ષમાં કરવાનું રહેશે તથા તેમનું ઉત્પાદન 31 માર્ચ, 2025 સુધી ચાલુ કરવાનું રહેશે. આ સ્કીમને સ્કીમ–1 અને સ્કીમ–2 એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે.

સ્કીમ–1માં ઈન્સેન્ટીવ વધુમાં વધુ 15% અને ઓછામાં ઓછું 11% સુધીનું આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને સ્કીમ–2માં ઓછામાં ઓછું 7% અને વધુમાં વધુ 11% ઈન્સેન્ટીવ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. વધુમાં ઈન્ટીગ્રેટેડ ટેકસટાઈલ ક્ષેત્રે ઓછામાં ઓછું 60%નું વેલ્યુ એડીશન કરવું પડશે તથા સ્ટેન્ડ અલોન ઈન્ડીપેન્ડન્ટ યુનિટ દ્વારા ઓછામાં ઓછું 30%નું વેલ્યુએડીશન કરવું પડશે.

નોંધનીય બાબત એ છે કે જે એકમો ROSTCL / RODTEP જેવી સ્કીમોનો લાભ લેતા હોય તેઓ આ સ્કીમ ઉપરાંત PLI સ્કીમનો પણ લાભ લઈ શકશે. જો બંને સ્કીમોનો લાભ ભેગા કરીએ તો ટેક્ષટાઈલ એકમોને તેના ટર્નઓવરની સામે 21% જેટલુ કેશ રીફંડ મળી શકે છે. વધુમાં ટેક્નિકલ ટેક્ષટાઈલ ક્ષેત્રે હાલમાં ભારત સ્પેશ્યાલિટી યાર્ન માટે સંપૂર્ણ આયાત ઉપર નિર્ભર છે. આથી આ સ્કીમ આવવાથી સ્પેશ્યાલિટી યાર્નના ઉત્પાદનમાં પણ વધારો થશે, જેનાથી ખરા અર્થમાં ભારત આત્મનિર્ભર બનશે.

હાલમાં વિશ્વ આખું ચાઈના +1 સ્ટ્રેટજી હેઠળ યોજના બનાવી રહ્યું છે તો આ તકનો લાભ આ સ્કીમ આવ્યા પછી દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગોને ખૂબ મોટા પ્રમાણમાં મળવાની સંભાવના છે. આ સ્કીમ હેઠળ MMF ફેબ્રિકને આવરી લેવા માટે ચેમ્બર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ટેક્ષટાઈલ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય રાજ્ય કક્ષાના ટેક્ષટાઈલ તેમજ રેલ્વે મંત્રી દર્શના જરદોશનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત જેમાં ખાસ કરીને સુરત જિલ્લો MMF ટેક્ષટાઈલના ઉત્પાદનમાં 65% જેટલુ યોગદાન આપે છે. આ સ્કીમ આવ્યા બાદ સુરત જિલ્લાનું MMF ટેક્ષટાઈલ ક્ષેત્રે આ યોગદાન ઘણું વધી શકે છે. આ સ્કીમમાં ટાયર–3 શહેરોમાં રોકાણ કરવાને પ્રોત્સાહન આપવા જણાવાયું છે. આ સ્કીમ અંતર્ગત ખૂબ જ મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં આવેલ જિલ્લાઓ જેવા કે સુરત, તાપી તથા નવસારી જિલ્લામાં ખૂબ મોટાપાયે રોકાણ આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ પણ વાંચો : Surat : પાલિકાની Knock The Door ઝુંબેશ અંતર્ગત એક અઠવાડિયામાં 1.30 લાખ લોકોને બીજો ડોઝ અપાયો

આ પણ વાંચો:  Surat : ઘરે જ ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવા બાળકોને કરાયા પ્રોત્સાહીત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">