Surat: પ્રેમમાં પાગલ બનેલી યુવતીનું કારસ્તાન, પરિવારને ઝેરી પરોઠા ખવડાવી મારી નાંખવાની કોશિશ

સચીનને પામવા પાગલ બનેલી ખુશ્બુએ આખા પરિવારને પરોઠા ખવડાવી બીજા જ દિવસે લગ્ન પણ કરી લીધા હતા. 

Surat: પ્રેમમાં પાગલ બનેલી યુવતીનું કારસ્તાન, પરિવારને ઝેરી પરોઠા ખવડાવી મારી નાંખવાની કોશિશ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 10:57 PM

ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે છે, જેમાં કળિયુગને પણ શરમાવું પડે છે. આજના સમયમાં યુવાનો કોઈપણ પ્રકારનું પગલું ભરતા અચકાતા નથી તેનું એક ઉદાહરણ આપતો કિસ્સો સામે આવ્યો છે.

સુરતના ડિંડોલી (Dindoli) વિસ્તારમાં રહેતી યુવતીને તેના ઘર નજીક રહેતા સ્થાનિક યુવક સાથે પ્રેમ(love ) થઈ ગયો હતો. જોકે યુવતીના પિતાએ પ્રેમીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ એકપણ ક્ષણ વિચાર્યા વિના એક અઠવાડિયા પહેલા તેણીના માતા પિતા તથા બે ભાઈઓને ઝેરી પરોઠા ખવડાવીને હત્યાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં યુવતીની માતા હજી પણ સારવાર હેઠળ છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ડિંડોલી કૃષ્ણકુંજ સોસાયટીઓમાં રહેતા દીપકભાઈ વણઝારા કોન્ટ્રાકટ પર નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની અંજનાબેન અને 18 વર્ષની પુત્રી ખુશ્બુ અને 19 વર્ષનો પુત્ર દર્પણ સાથે અહીં રહે છે. ત્રણ વર્ષ પહેલા સોસાયટીમાં જ અશોક મોરેના પુત્ર સચિન સાથે તેઓ અહીં રહેવા આવતા હતા. ખુશ્બૂને માત્ર 18 વર્ષની ઉંમરે સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો.

આ વાતની જાણ ખુશ્બુના પિતાને થતા તેઓએ ખુશ્બૂને સમજાવી હતી અને ત્યારે તેણીએ સચિનને છોડી દેવાનો વાયદો આપ્યો હતો. જોકે સમયની સાથે પ્રેમમાં પાગલ બનેલી ખુશ્બૂએ પ્રેમી સચિને પામવા માટે આખા પરિવારનું કાસળ કાઢવાનું નક્કી કર્યુ હતું. ખુશ્બુના પિતાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમની દીકરી જ તેમના જીવનની દુશ્મન બની જશે.

ગત તારીખ 12 સપ્ટેમ્બરના રોજ ખુશ્બુએ પરોઠા બનાવ્યા હતા અને આ પરોઠામાં તેણીએ ઘેનની ગોળીઓનો ભૂકો કરીને નાખ્યો હતો. બાદમાં આ પરોઠા તેણીએ પોતાના ઘરના સભ્યોને ખવડાવીને આખા પરિવારને જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી.

તેની મદદગારીમાં સચિન અને અશોકે પણ સાથ આપ્યો હતો. સચિનને પામવા પાગલ બનેલી ખુશ્બુએ આખા પરિવારને પરોઠા ખવડાવી બીજા જ દિવસે લગ્ન પણ કરી લીધા હતા. 18 વર્ષ પુરા થતાની સાથે જ સચિન સાથે ભાગી જઈ તેને લગ્ન કરી લીધા હતા. બનાવ અંગે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ

આ પણ વાંચો : રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">