Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ
છેલ્લા પાંચ છ મહિનાથી તેઓ સોસાયટીમાં ઘરે ઘરે જઈને લોકોને સમજાવીને પોતાના ઘર પર સોલાર પ્લાન્ટ બેસાડવા માટે સમજાવી રહ્યા છે. જેનાથી પર્યાવરણની તો રક્ષા થશે જ પણ સાથે સાથે બહુ ઓછા ખર્ચે વીજળીનો વપરાશ થશે અને લોકોના રૂપિયાની પણ બચત થશે. તેમજ દેશનું વિદ્યુત ઉત્પાદન પણ વધશે.
Surat: સુરતમાં છેલ્લા ઘણા સમયથી સોલર પેનલ (Solar Panel) લગાવવા માટે લોક જાગૃતિ (Public Awareness) જોવા મળી રહી છે અને તેના કારણે જ સુરત હવે સોલાર સીટી બનવા તરફ આગળ વધી રહ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્રોતોના મહત્તમ ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો હતો. 17 સપ્ટેમ્બર જ્યારે તેમનો જન્મદિવસ છે. ત્યારે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં સોલાર પેનલ લગાવવા માટે અનોખો સંકલ્પ લેવામાં આવ્યો છે.
સ્થાનિક કોર્પોરેટરના પ્રયાસથી અત્યાર સુધી બે સોસાયટીઓના 40થી વધારે ઘરમાં સંપૂર્ણ સોલાર આધારિત કરી દેવામાં આવ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે આ સોસાયટીના લોકો દ્વારા વધુ એક સંકલ્પ લેવામાં આવ્યો છે અને આ સંકલ્પ એ છે કે પીએમ મોદીના આવનારા જન્મદિવસ સુધી બીજી 72 જેટલી સોસાયટીઓ પોતાના ઘર પર સોલાર પેનલ લગાવી દેશે.
સ્થાનિક કોર્પોરેટરનું કહેવું છે કે છેલ્લા પાંચ છ મહિનાથી તેઓ સોસાયટીમાં ઘરે ઘરે જઈને લોકોને સમજાવીને પોતાના ઘર પર સોલાર પ્લાન્ટ બેસાડવા માટે સમજાવી રહ્યા છે. જેનાથી પર્યાવરણની તો રક્ષા થશે જ પણ સાથે સાથે બહુ ઓછા ખર્ચે વીજળીનો વપરાશ થશે અને લોકોના રૂપિયાની પણ બચત થશે. તેમજ દેશનું વિદ્યુત ઉત્પાદન પણ વધશે.
17 સપ્ટેમ્બરે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે સોસાયટીના લોકો દ્વારા સાથે મળીને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે પીએમ મોદીના હવે પછી આવનારા જન્મદિવસે 72 જેટલી સોસાયટીઓ સંપૂર્ણ રૂપથી સોલાર આધારિત થઈ જશે.
અન્ય એક સ્થાનિકનું જણાવવું હતું કે હવે તેઓ પણ પીએમ મોદીના જન્મદિવસે સોલાર તરફ વળવા પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. જેનાથી તેઓ પોતાના બનતા પ્રયાસે પર્યાવરણને મદદરૂપ થવાનો ગૌરવ લેશે. સાથે જ વીજળી બિલમાં પણ તેનાથી મોટી બચત થશે.
સરકારે પર્યાવરણમાં પ્રદૂષણના સ્તરને ઓછું કરવા કુદરતી ઉર્જાના સ્ત્રોતના વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. જેમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવા માટે સબસીડી આપવામાં આવે છે. ગ્રાહકોને કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એમ બંને વિકલ્પમાં જીયુએનએલ કંપનીમાં રૂફટોપ પ્લાન્ટ માટે રજીસ્ટ્રેશન કરવું પડે છે. સૂર્ય ગુજરાત યોજના હેઠળ 538 જેટલી એજન્સીઓ ગુજરાતમાં કામ કરે છે.
રેસિડેન્શિયલ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ નાખવો હોય તો સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. ત્રણ કિલો વોટ સુધીના સોલાર રૂફ ટોપ પ્લાન્ટ માટે 40 ટકા, ત્રણથી 10 કિલો વોટ સુધીના પ્લાન્ટ માટે 20 ટકા સુધીની સબસીડી ગ્રાહકોને મળી શકે છે. 10 કિલો વોટથી વધારેના પુરેપુરા રૂપિયા ગ્રાહકે ચૂકવવા પડે છે.
આ પણ વાંચો : Surat માં પીએમ મોદીના જન્મદિને 71 કિલોની કેક કાપી ઉજવણી, કેક કુપોષિત બાળકોને વિતરીત કરાશે
આ પણ વાંચો : SURAT : ડિજિટલ યુગમાં પૉસ્ટ વિભાગનો નવતર પ્રયોગ, ગ્રાહકના જન્મદિન પર ફોટો સાથેની ટપાલટિકિટની સુવિધા શરૂ કરાઇ