AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ મીડિયામાં હદ માટે હદ વટાવતી અમદાવાદ શહેર – અમદાવાદ ગ્રામ્ય પોલીસ, જુઓ વીડિયો

જો અમદાવાદ જેવા શહેરમાં, શહેર અને ગ્રામ્ય પોલીસ હદ માટે એક બીજાને હદ બતાવતા હોય તો ગુજરાતના અન્ય જિલ્લા, તાલુકાના પોલીસ સ્ટેશની હદ વચ્ચે રહેતા નાગરિકોનો કેવો મરો થતો હશે તેની તો કલ્પના જ કરવી પડે ! તેવુ જાગૃત નાગરિકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયામાં હદ માટે હદ વટાવતી અમદાવાદ શહેર - અમદાવાદ ગ્રામ્ય પોલીસ, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2025 | 9:29 PM
Share

લો બોલો, સામાન્ય રીતે પોલીસ સ્ટેશનની હદનો વિવાદ અનેકવાર ચર્ચાયો છે પરંતુ સોશિયલ મીડિયામાં નહીં, આ કિસ્સો હવે સોશિયલ મીડિયામાં અમદાવાદ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક બીજાને હદના મુદ્દે બદ બતાવી છે. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાને અનેકવાર કહ્યું છે કે, હદનો વિવાદ પછી ઉકેલજો પહેલા સમસ્યા કે ગુનો ઉકેલો. જો કે આ રાજ્યકક્ષાના ગૃહપ્રધાને કહેલી વાતને ઘોળીને પી જતી પોલીસે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા જેવી સામાન્ય વાતમાં અમદાવાદ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સોશિયલ મીડિયા થકી એકબીજાને હદ બતાવી છે.

આ ઘટના એવી રીતે સામે આવી કે, એક સ્થાનિક જાગૃત નાગરીકે બોપલ, એસજી હાઈવે, એસપી રિંગરોડ પરની ટ્રાફિક સમસ્યાને ફોટા સાથે સોશિયલ મીડિયામાં ઉજાગર કરી હતી. આ બાબતે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક બીજાને તમારી હદ કહીને ટ્રાફિક સમસ્યા ઉકેલવામાંથી હાથ ઉધ્ધર કરી દીધા હતા.

બોપલના વકીલ બ્રિજ અને સાઉથ બોપલના શોબો પાસે ટ્રાફિક જામની સ્થિતિને લઈને એક રાહદારીએ સોશિયલ મીડિયા X પર ટ્વીટ કર્યું હતું. ટ્વીટ ના જવાબ પર અમદાવાદ પોલીસે,  ગ્રામ્ય પોલીસ હદને લઈ આપ્યો જવાબ. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ટ્વીટને રિ ટ્વિટ કરી વળતો જવાબ આપીને કહ્યું કે, ફોટોમાં દેખાતો રોડ બોપલનો રોડ ના હોવાનું જણાવ્યું.

શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ટ્રાફિક જામને લઈ ટ્વીટ પર વોર જોવા મળી હતી. ટ્રાફિકની સ્થિતિ મામલે શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ એક બીજાને જાણ કરી હોવાનું ટ્વીટમાં કહી રહ્યા છે. બોપલના વકિલ બ્રિજ પાસે વાહનચાલકો રોંગ સાઇડ પર આવતા અનેક વખત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.

જો અમદાવાદ જેવા શહેરમાં, શહેર અને ગ્રામ્ય પોલીસ હદ માટે એક બીજાને હદ બતાવતા હોય તો ગુજરાતના અન્ય જિલ્લા, તાલુકાના પોલીસ સ્ટેશની હદ વચ્ચે રહેતા નાગરિકોનો કેવો મરો થતો હશે તેની તો કલ્પના જ કરવી પડે ! તેવુ જાગૃત નાગરિકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતના યુવા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને જેમની પાસે ગૃહ વિભાગનો કેબિનેટ કક્ષાનો હવાલો છે તેવા મુખ્યપ્રધાન અવારનવાર પોલીસને હદ બાબતે ટકોર કરી છે. કારણ કે જાહેરક્ષેત્રે સતત પ્રવૃતમય રહેલા આ બન્ને રાજકિય મહાનુભાવોને, પોલીસની આ હદપારીથી ત્રસ્ત થઈ ઉઠેલી સામાન્ય જનતા અવારનવાર ફરિયાદો કરતી આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">