આ તો કેવો વિકાસ ! રેલવેના કામ માટે હિંમતનગર સ્ટેશને વૃક્ષછેદન જ્યારે રાયગઢ સ્ટેશને એક પણ ઝાડનું નિકંદન નહી

હિંમતનગર વિસ્તારમાં આવેલા બે રેલવે સ્ટેશનો પર અલગ અલગ સ્થિતી જોવા મળી રહી છે, એક તરફ ઝાડ કપાતા હિંમતનગરમાં વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ રાયગઢમાં વૃક્ષોને સાચવવા ઉદાહરણીય પ્રયાસ કર્યો છે.

આ તો કેવો વિકાસ ! રેલવેના કામ માટે હિંમતનગર સ્ટેશને વૃક્ષછેદન જ્યારે રાયગઢ સ્ટેશને એક પણ ઝાડનું નિકંદન નહી
રાયગઢ રેલવે સ્ટેશન પર એક એક વૃક્ષ સાચવ્યુ
Follow Us:
| Updated on: Mar 05, 2023 | 11:30 AM

સાબરકાંઠા ના હિંમતનગરમાં મુખ્ય અને રાયગઢ એમ બે રેલવે સ્ટેશન આવેલા છે. પરંતુ બંને રેલવે સ્ટેશનના નિર્માણ અને તેને વિસ્તારવાની કામગારીમાં ફરક જોવા મળી રહ્યો છે. અહીં હિંમતનગરના રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારમાં વર્ષો જૂના ઝાડનુ નિકંદન બિનજરુરી રીતે કરવામાં આવી રહ્યુ છે, તો બીજી બાજુ રાયગઢ સ્ટેશન પર એક પણ ઝાડને કાપ્યા વિના તેનો કુદરતી સૌંદર્ય તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. રાયગઢ સ્ટેશનમાં પ્લેટફોર્મમાં જ વર્ષો જૂના ઝાડને સુરક્ષિત રાખીને નિર્માણ કાર્યનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

જ્યારે મુખ્ય રેલવે સ્ટેશન વિસ્તારમાં ઝાડ કાપવાને લઈ વિરોધ થયો છે. વર્ષો જૂના ઝાડ રેલવે સ્ટેશન વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવેલા હતા. જેમાંના મોટા ભાગના ઝાડને કાપી નાંખવામાં આવ્યા છે. હજુ પણ કપાઈ રહેલા ઝાડને બચાવવા માટે હવે લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

નિર્માણની 2 અલગ-અલગ વિચારધારા !

હિંમતનગરના બંને રેલવે સ્ટેશન બે અલગ અલગ ડિવિઝનનો હિસ્સો છે. હિંમતનગરનુ મુખ્ય રેલવે સ્ટેશન અમદાવાદ ડિવિઝનમાં આવે છે. જ્યારે રાયગઢ રેલવે સ્ટેશન અજમેર રેલવે ડિવિઝનનો હિસ્સો છે. એક તરફ હિંમતનગરમાં ઝાડ કાપવાની કામગીરી અટકવાનુ નામ નથી લઈ રહી. અહીં આવેલા મોટા ભાગના ઝાડને કાપી દેવામાં આવ્યા છે. બીજી તરફ રાયગઢમાં એક પણ ઝાડ કાપવામાં આવ્યુ નથી. નજીક નજીકના બંને રેલવે સ્ટેશનમાં નવા નિર્માણ કાર્યમાં આટલો વિરોધાભાસ હિંમતનગરમાં ઉદાહરણ રુપ બન્યુ છે. હિંમતનગરમાં વૃક્ષ છેદન કરવાને લઈ આ મામલે વનવિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને વૃક્ષને કપાતા અટકાવવાની માંગ કરવામાં આવી છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

રાયગઢમાં મોટાભાગના ઝાડને સુરક્ષિત રખાયા

રાયગઢ રેલવે સ્ટેશન પર સંખ્યાબંધ વર્ષો જૂના ઝાડ આવેલા છે. અહીં પ્લેટફોર્મ પર આવેલા ઝાડને પણ દૂર નથી કરવામાં આવ્યા. તો વળી રેલવે સ્ટેશન વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝાડ હોવાને લઈ તે તમામ ઝાડને સુરક્ષિત રાખવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ પરના ઝાડને પણ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન હવે આગામી દિવસોમાં ટ્રેન વ્યવહાર શરુ થતા ધમધમવા લાગશે ત્યારે મુસાફરોને ઉનાળામાં ઝાડના છાંયડાની ઠંડક ભરી રાહત આપશે. હાલમાં અહીં આવતા એકલ દોકલ મુસાફરો અત્યારથી જ રાહત અનુભવે છે.

મુસાફર મહેન્દ્રસિંહ ઝાલા કહે છે, અત્યાર સુધીમાં મે આવુ પ્લેટફોર્મ જોયુ નથી કે, જ્યાં ઝાડ આવી રીતે પ્લેટફોર્મ પર જ્યાં ગાડી ઉભી રહે ત્યાં જ હોય. સ્ટેશન બનતુ હતુ ત્યારે એમ હતુ કે ઝાડ કપાઈ જશે, પરંતુ તમામ ઝાડ અહીં સાચવી રાખ્યા છે એ સારી વાત છે. જેનાથી મુસાફરોને ખૂબ રાહત અને ઠંડક મળશે. અત્યારે જ અહીં બેસીએ તો રાહત લાગે છે. .

વૃક્ષ કપાતા વિરોધ

આ અંગે સ્થાનિક સામાજીક કાર્યકરે હિંમતનગર વનવિભાગને વૃક્ષછેદનની કામગારી અટકાવવા માટે રજૂઆત કરી છે. આ માટે લેખિત રજૂઆત કરીને ઝાડને બચાવવા માટે માંગ કરી છે. બે ડિવિઝનોનાના વિચારો દર્શાવતા હોય એવી આ કહાની છે. એક રેલવે સ્ટેશનની બહાર બિનજરુરી રીતે વર્ષો જૂના વૃક્ષોનુ છેદન કરી રહ્યુ છે, તો બીજુ ડિવિઝન વૃક્ષો કિંમતી છે અને તેને સુરક્ષિત રાખવા જોઈએ સંદેશને ઉત્તમ રીતે સમજાવી રહ્યો છે. રાયગઢ રેલવે સ્ટેશનનુ નિર્માણ કરનારા અધિકારીઓને વખાણવા એટલે જરુરી છે કે, તે કૃત્રિમ કરતા પ્રાકૃતિક સૌંદર્યને વધારે મહત્વ આપ્યુ છે.

g clip-path="url(#clip0_868_265)">