સાબરકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, હાઈવે અને માર્કેટયાર્ડમાં પાણી ભરાયા

તલોદ, હિંમતનગર, પ્રાંતિજ, ઈડર અને વિજયનગર સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને તલોદ અને પ્રાંતિજ તાલુકામાં સિઝનમાં સૌથી ઓછો વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં હતા. પરંતુ બે દિવસથી પ્રાંતિજ-તલોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે.

સાબરકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, હાઈવે અને માર્કેટયાર્ડમાં પાણી ભરાયા
હાઈવે પર પાણી ભરાયા
Follow Us:
| Updated on: Jul 02, 2024 | 8:57 AM

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જળવાઈ રહેવાને લઈ આનંદ છવાયો હતો. વરસાદની લાંબી રાહ જોયા બાદ હવે વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં બે દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસવાને લઈ ખેડૂતો પણ ખુશહાલ જોવા મળી રહ્યા છે અને હવે ખેડૂતો વાવણી માટે તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.

જિલ્લામાં તલોદ, હિંમતનગર, પ્રાંતિજ, ઈડર અને વિજયનગર સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને તલોદ અને પ્રાંતિજ તાલુકામાં સિઝનમાં સૌથી ઓછો વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં હતા. પરંતુ બે દિવસથી પ્રાંતિજ-તલોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. હિંમતનગરના મોતીપુરામાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી સોમવારે સાંજે ભરાઈ જવા પામ્યા હતા. આવી જ રીતે હિંમતનગરના માર્કેટયાર્ડમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જતા હાલાકી સર્જાઈ હતી.

તલોદમાં સૌથી વધારે વરસાદ

સાબરકાંઠામાં સૌથી ઓછો વરસાદ જૂન માસમાં તલોદ તાલુકામાં નોંધાયો હતો. ચોમાસાનો વરસાદ જૂન માસમાં માંડ 4 મીમી જેટલો વરસ્યો હતો. ત્યા હવે જુલાઈની શરુઆત સાથે જ વરસાદી માહોલ જામતા તલોદ અને આસપાસના વિસ્તારમાં રાહત સર્જાઈ છે. તલોદ તાલુકામાં 44 મિલીમીટર જેટલો વરસાદ અંતિમ 24 કલાક દરમિયાન વરસ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસવાને લઈ ખેડૂતોને રાહત થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ

પ્રાંતિજમાં પણ એક ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે. પ્રાંતિજમાં 22 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. પ્રાંતિજમાં પણ વરસાદની રાહ ખૂબ જોવાઈ રહી હતી. આ દરમિયાન પ્રાંતિજ અને તેની આસપાસના વિસ્તારમાં સોમવારે મૂશળધાર વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. હિંમતનગરમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે ઈડર અને વિજયનગરમાં પોણો ઈંચ વરસાદ અંતિમ 24 કલાકમાં વરસ્યો હતો. વડાલીમાં હળવો વરસાદ રહ્યો હતો અને 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આમ એંકદરે જિલ્લાના 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાઓમાં સોમવારે વરસાદ નોંધાયો નહોતો.

સાબરકાંઠામાં નોંધાયેલ વરસાદ

મંગળવારે સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં 8 પૈકી 6 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી માહોલ મુજબ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મંગળવારે સવારે પણ આવો જ માહોલ જળવાઈ રહ્યો હતો. અંતિમ 24 કલાક દરમિયાન વરસેલ વરસાદના આંકડાઓ પર કરીશું નજર

  • તલોદ 44 મીમી
  • હિંમતનગર 29 મીમી
  • પ્રાંતિજ 22 મીમી
  • ઈડર 17 મીમી
  • વિજયનગર 16 મીમી
  • વડાલી 05 મીમી

અરવલ્લીમાં નોંધાયેલ વરસાદ

જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મંગળવારે સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડાઓ પર નજર કરીશું.

  • ધનસુરા 27 મીમી
  • ભિલોડા 25 મીમી
  • મોડાસા 21 મીમી
  • મેઘરજ 17 મીમી
  • બાયડ 07 મીમી
  • માલપુર 03 મીમી

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન થતા પાકિસ્તાનની ઈર્ષા વધી, ICC સામે સ્ટાર બોલરની એક્શન અંગે તપાસની કરી માંગ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">