ટીમ ઈન્ડિયા ચેમ્પિયન થતા પાકિસ્તાનની ઈર્ષા વધી, ICC સામે સ્ટાર બોલરની એક્શન અંગે તપાસની કરી માંગ
પાકિસ્તાનને ભારતીયોની સફળતા જોઈને આમ પણ પેટમાં તેલ રેડાતુ હોય છે. હવે T20 વિશ્વકપ જીત્યા બાદ ફરી એકવાર આવી જ ભાવના સામે આવી ચૂકી છે. પાકિસ્તાનના એક રિપોર્ટરે આઈસીસી સામે ભારતીય સ્ટાર બોલરની બોલિંગને લઈ તપાસની માંગ કરી દીધી છે.
ભારતીય ક્રિકેટ ટીમ T20 વિશ્વકપ 2024 ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્વ ચેમ્પિયન બની ચૂકી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ 17 વર્ષ બાદ T20 વિશ્વકપ જીતી છે. ટીમ ઈન્ડિયાને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં જસપ્રીત બુમરાહે મહત્વની ભૂમિકા નિભાવતી બોલિંગ કરી હતી. પાકિસ્તાનને ભારતીયોની સફળતા જોઈને આમ પણ પેટમાં તેલ રેડાતુ હોય છે. હવે T20 વિશ્વકપ જીત્યા બાદ ફરી એકવાર આવી જ ભાવના સામે આવી ચૂકી છે.
પાકિસ્તાનના એક રિપોર્ટરે આઈસીસી સામે ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની બોલિંગને લઈ તપાસની માંગ કરી દીધી છે. ભારતીય સ્ટાર બોલરની T20 વિશ્વકપમાં શાનદાર બોલિંગ બાદ જાણે કે પાકિસ્તાનમાં ઈર્ષાની આગ લાગી ચૂકી છે. ભારતીય ટીમના ખેલાડીઓની સફળતા જાણે કે હજુય પચી શક્તિ નથી.
પાકિસ્તાની પત્રકારે શું કહ્યું? જાણો
પાડોશી પાકિસ્તાનની જાણીતી ચેનલ જીઓ ન્યૂઝની પત્રકાર આરફા ફિરોઝે આ અંગેની વાત કરી છે. પત્રકાર આરફાએ કહ્યું છે કે, આઈસીસી મોટેભાગે પાકિસ્તાની બોલર્સ સામે એક્શન લે છે. તેણે કહ્યું છે કે પાકિસ્તાનનો કોઈ બોલર આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં અસર કરે છે તો, તેની સામે તપાસ શરુ કરવામાં આવતી હોય છે. આ માટે હવે જસપ્રીત બુમરાહની અજીબોગરીબ બોલિંગ એક્શન સામે પણ તપાસ થવી જરુરી છે. આઈસીસીએ જોવું જોઈએ કે નિયમોના મુજબ તેની બોલિંગ એક્શન યોગ્ય છે કે, નહીં.
DEMAND!! ICC has a history of investigating bowling actions of Pakistani bowlers! They banned every Pakistani bowler who made an impact in world cricket!
Similarly, ICC should investigate legality of bowling action of JASPRIT BUMRAH aswell for his awkward bowling action! #ICC
— Arfa Feroz Zake (@ArfaSays_) June 30, 2024
આમ પાકિસ્તાનની પત્રકારે હવે બુમરાહની બોલિંગ એક્શન પર જ સવાલ ઉઠાવી દીધા છે અને આઈસીસી સામે તપાસની માંગ કરી દીધી છે. બુમરાહે T20 વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્રિકેટ એક્સપર્ટના મત મુજબ બુમરાહની બોલિંગ એક્શન અન્ય બોલર્સની તુલનામાં તેને ખાસ બનાવી રહી છે. આ કારણ થી જ તે એંગલ રચે છે અને તેને વધારે મૂવમેન્ટ મળે છે. જેને બેટર પણ બરાબર સમજી શકતા નથી અને તેનો તેને ફાયદો મળે છે.
બુમરાહની વિશ્વકપમાં ધમાલ
પ્રદર્શનને લઈ જ T20 વિશ્વકપમાં પ્રથમવાર એવું બન્યું છે કે, કોઈ બોલર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો છે. બુમરાહ T20 વિશ્વકપ ઇતિહાસમાં એક એડિશનમાં સૌથી ઇકોનમિકલ બોલર બની ચૂક્યો છે.T20 વિશ્વકપ 2024માં બુમરાહે 8 મેચમાં 15 વિકેટ પોતાને નામ કરી હતી. જ્યારે 4.17ની ઈકોનોમીથી તેણે રન આપ્યા હતા. આ કારણ થી જ તે T20 વિશ્વકપમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકેના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો.
સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ગુજરાત તરફથી ડોમેસ્ટીક ક્રિકેટ રમે છે અને તે પોતાની યૂનિક બોલિંગ એક્શનને લઈ જાણીતો બન્યો હતો. બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મેદાને ઉતરીને ડેબ્યૂ કરતા જ તે ક્રિકેટની દુનિયામાં નજરમાં આવ્યો હતો. મુંબઈને તેણે અનેક મેચ જીતાડી હતી અને ત્યાર બાદ તે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બન્યો હતો.