Rath yatra 2024 : વાજતે – ગાજતે અને ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું, જુઓ Video
રથયાત્રાના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે ભગવાન જગન્નાથજીનું મામેરુ નિજ મંદિરમાં લાવવામાં આવ્યું છે.
રથયાત્રાના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રાના પગલે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે અમદાવાદના જગદીશ મંદિરમાં ભગવાનના મામેરુ લવાયુ છે. ભવ્ય શોભાયાત્રા સાથે મામેરાને નિજમંદિર લવાયું છે. વાજતે – ગાજતે મંદિરમાં જગન્નાથજીના મામેરાનું આગમન કરવામાં આવ્યું છે. ભક્તો દર્શન કરી શકે તે માટે મામેરુ મંદિરમાં ખુલ્લુ મુકાયું છે. અમાસથી બીજ સુધીની પ્રભુની ‘શ્રૃંગાર સામગ્રી’ના ભક્તોને દર્શન થયા છે. મનોહારી પાઘ, વાઘા, આભૂષણોના ભક્તોને દર્શનનો લાભ મળ્યો છે.
2 લાખ શ્રદ્ધાળુઓને મળશે ઉપરણાનો પ્રસાદ
રથયાત્રાના દિવસે પ્રભુ જગન્નાથજીના પ્રસાદનું આગવું મહત્વ હોય છે. રથયાત્રાના પ્રસાદ માટે મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જેમાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ પ્રસાદમાં વહેંચવામાં આવશે.ભક્તોને કેરી, કાકડી અને દાડમનો પણ પ્રસાદ આપવામાં આવશે. આ ઉપરાંત 2 લાખ શ્રદ્ધાળુઓને ‘ઉપરણા’ પ્રસાદનો લાભ મળશે.