ભ્રષ્ટ સાગઠીયાને પોલીસ કસ્ટડીમાં મળ્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર, જુઓ વીડિયો

શા માટે રમેશ રુપાપરા અને હિરેન ખીમાણીયાને પોલીસ કસ્ટડીમાં સાગઠીયાને મળવાની જરૂર પડી તે મુદ્દે અને સવાલો ઊભા થયા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ, રાજકોટમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોનમાં ભાજપના " મોટા ભા" સંડોવાયેલા છે. આથી આ કેસમાં કોઈ દાખલારુપ શિક્ષા કે પગલાં લેવાશે નહીં. મોટા માથાઓને બચાવી લેવાશે અને નાના લોકોને સળિયાની પાછળ ધકેલી દેવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2024 | 3:37 PM

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સસ્પેન્ડ થયેલા અને એસીબીની ઝપટમાં આવેલા ભ્રષ્ટ ટીપીઓ સાગઠીયાને પોલીસ કસ્ટડીમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના એક કોર્પોરેટર મળતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજકોટમાં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે, ટીઆરપી ગેમ ઝોનમાં ભાજપના ” મોટા ભા” સંડોવાયેલા છે. જેના કારણે આ અગ્નિકાંડમાં મોટી માછલીઓને કઈ નહી થાય અને નાની માછલીઓને જાળમાં ફસાવી લેવાશે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય રમેશ રુપાપરા અને રાજકોટ મનપાના વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટર હિરેન ખીમાણીયા, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સસ્પેન્ડ થયેલા અને એસીબીની ઝપટમાં આવેલા ભ્રષ્ટ ટીપીઓ સાગઠીયાને પોલીસ કસ્ટડીમાં મળ્યા હોવાનો ધડાકો થયો છે. શા માટે રમેશ રુપાપરા અને હિરેન ખીમાણીયાને પોલીસ કસ્ટડીમાં સાગઠીયાને મળવાની જરૂર પડી તે મુદ્દે અને સવાલો ઊભા થયા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ, રાજકોટમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે, ટીઆરપી ગેમ ઝોનમાં ભાજપના ” મોટા ભા” સંડોવાયેલા છે. આથી આ કેસમાં કોઈ દાખલારુપ શિક્ષા કે પગલાં લેવાશે નહીં. મોટા માથાઓને બચાવી લેવાશે અને નાના લોકોને સળિયાની પાછળ ધકેલી દેવાશે.

આ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અગ્નિકાંડના પીડિતોને વિપક્ષના નેતા રાહુલ ગાંઘી સાથે ઓનલાઈન મુલાકાત કરાવી હતી. તે સમયે પણ જીજ્ઞેશ મેવાણીએ એક પૂર્વ ધારાસભ્યની ભુમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ પણ આ કેસમાં સળસળતા સવાલો ઉઠાવ્યા છે. શું રમેશ રૂપાપરાએ સાગઠિયાને ફોડવાની કોશિશ કરી ?
શું રમેશ રૂપાપરા પોતાનું અને ભાજપના અન્ય નેતાઓનું નામ ના ખૂલે તે માટે સાગઠિયાને મળ્યો ?

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">