Rajkot : ઉપલેટાનો મોજ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ, લોકો પરેશાન

રાજકોટના ઉપલેટાના ગઢાળા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં ગઢાળાથી ઉપલેટા, ખાખી જાડિયા, ભાયાવદર તરફ જવામાં લોકોને હાલાકી પડી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 11:29 AM

રાજકોટ(Rajkot)જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામ તરફ જતો મોજ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેમાં મોજ ડેમમાંથી પાણી છોડાતા મોજ નદી ગાંડીતૂર બની છે. તેમજ મોજ નદીના પ્રવાહને લઇને કોઝવે બંધ થયો છે. જેમાં સતત બીજા દિવસે ગઢાળા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં ગઢાળાથી ઉપલેટા, ખાખી જાડિયા, ભાયાવદર તરફ જવામાં લોકોને હાલાકી પડી રહી છે.

સ્થાનિકોએ કોઝવેને ઉંચો લેવા માટે તંત્રને રજૂઆત કરી છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેવો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક ગામોમાં પાણી ભરાયા છે. જેના લીધે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

 આ પણ વાંચો:Income Tax : પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? પહેલા કરો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

આ પણ વાંચો : Bhavnagar: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ, NDRFની ટીમ સ્ટેન્ડબાય

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">