Bhavnagar: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ, NDRFની ટીમ સ્ટેન્ડબાય
ભાવનગરમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.NDRFની 25 સભ્યોની ટીમ તમામ પ્રકારની સાધનસામગ્રી સાથે સજ્જ છે.
ગુજરાત(Gujarat) માં સતત પડી રહેલા વરસાદ(Rain)ના પગલે હવામાન વિભાગે ભાવનગરમાં(Bhavnagar)પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર મુકાયું છે.જ્યારે અગમચેતીના ભાગરૂપે ભાવનગરમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.NDRFની 25 સભ્યોની ટીમ તમામ પ્રકારની સાધનસામગ્રી સાથે સજ્જ છે.
જો ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તો NDRFની ટીમ ત્વરિત એકશનમાં આવી શકે અને બચાવ કામગીરીમાં જોતરાઇ શકે તે માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભાવનગર પહોંચેલી NDRFની ટીમ લાઈફ જેકેટ, ફ્લડ વોટર રેસ્ક્યુ તેમજ CSR સહિતના સાધનો સાથે સજ્જ છે.
હવામાન વિભાગે(IMD) ગુજરાતમાં (Gujarat) વધુ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની(Rain) આગાહી કરી છે.જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.આ તમામ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને સતર્ક કર્યું છે.
સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સંકટ હજુ ટળ્યું નથી અને રાજકોટ, જૂનાગઢ તથા જામનગર જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેવા કે દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યની વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી . આ બેઠકમાં આગામી 3 દિવસની આગાહી મુદ્દે ચર્ચા કરવામાં આવી અને પ્રભાવિત થનારા જિલ્લાના તંત્રને સતર્ક કરવામાં આવ્યું.સાથે જ અગમચેતીના ભાગરૂપે કેટલાક નિર્ણયો પણ લેવાયા છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRF અને SDRF ની ટીમોને સ્ટેન્ડ બાય રખાઇ છે.
આ પણ વાંચો : Junagadh : ઓઝત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, માણાવદરના અનેક ગામો બેટમાં ફેરવાયા
આ પણ વાંચો : Weight loss Tips : આ Healthy Drinksના સેવનથી 15 દિવસમાં ઉતારી શક્શો વજન, વાંચો વિગત