IPL 2024 : ધોનીએ પોતાના બોડીગાર્ડને રડાવ્યા…’એક હી દિલ હૈ કિતની બાર જીતોગે માહી’, જુઓ વીડિયો
એમએસ ધોની હાલમાં IPL 2024માં ધૂમ મચાવી રહ્યો છે. તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે પણ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ચેન્નાઈને આગામી મેચ ધર્મશાલામાં રમવાની છે અને તે પહેલા ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ તેને સલામ કરી રહ્યા છે.

ધર્મશાલામાં IPLની આગામી મેચ રમતા પહેલા એમએસ ધોનીએ કંઈક એવું કર્યું કે ચાહકો તેને સલામ કરી રહ્યા છે. વાસ્તવમાં ધોનીએ પોતાના બોડીગાર્ડને ઈમોશનલ કરી દીધો, તે ખુશીથી રડવા લાગ્યો. હવે તમે વિચારશો કે શું થયું કે ધોનીના બોડીગાર્ડની આંખમાં આંસુ આવી ગયા? ધોનીએ તેના બોડીગાર્ડનો જન્મદિવસ ઉજવ્યો અને કેક કાપી સિલેબરેટ કર્યું. તમને જણાવી દઈએ કે ધોનીના બોડીગાર્ડનું નામ આસિફ છે અને તેના જન્મદિવસની કેક કાપવાની સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
માહીએ દિલ જીતી લીધું
વીડિયોમાં ધોનીએ પહેલા પોતાના બોડીગાર્ડને બેસવાનું કહ્યું. ત્યારબાદ ધોનીએ કેક કટિંગ સેરેમની દરમિયાન હાજર લોકોને ગીત ગાવાનું કહ્યું. આ પછી બધાએ જન્મદિવસની શુભેચ્છાઓનું ગીત ગાવાનું શરૂ કર્યું. આ પછી બોડીગાર્ડ ભાવુક થઈને રડવા લાગ્યો. આ દરમિયાન ધોની ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો અને હવે ફેન્સ તેને સોશિયલ મીડિયા પર સલામ કરી રહ્યા છે.
ધર્મશાળામાં આગામી મેચ
તમને જણાવી દઈએ કે ધોની હવે ધર્મશાલાના મેદાનમાં ઉતરશે. 5 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફરી એકવાર પંજાબ કિંગ્સ સામે ટકરાશે. છેલ્લી મેચમાં પંજાબે ચેન્નાઈને 7 વિકેટે હરાવ્યું હતું. હવે ફરી એકવાર બંને ટીમો આમને-સામને થશે. મોટી વાત એ છે કે પંજાબે છેલ્લી પાંચ મેચમાં ચેન્નાઈને હરાવ્યું છે અને હવે જો ફરી આવું થશે તો પોઈન્ટ ટેબલમાં CSKનું ગણિત બગડી જશે.
View this post on Instagram
પ્લેઓફમાં પહોંચવા માટે CSKના સમીકરણ
ચેન્નાઈની ટીમે અત્યાર સુધી 10માંથી 5 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈની 4 મેચ બાકી છે અને તેણે સેમી ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. જો તે બે મેચ હારી જશે તો પછી CSK માત્ર 14 પોઈન્ટ જ બનાવી શકશે અને તે પછી મામલો નેટ રન રેટ પર અટકી જશે. ચેન્નાઈની ટીમ ક્યારેય પ્લેઓફમાં પહોંચવા માટે નેટ રન રેટ પર આધાર રાખવા માંગશે નહીં.
આ પણ વાંચો : ભારત દક્ષિણ આફ્રિકાની કરશે યજમાની, ODI, T20 અને ટેસ્ટ મેચની શ્રેણી રમાશે
