Gandhinagar Video : રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક

|

Jul 10, 2024 | 4:27 PM

રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી છે. જેમાં પીડિત પરિવારોએ અનેક માગ કરી છે. જેમાં આરોપીઓને સસ્પેન્ડ નહીં જેલ ભેગા કરવા માટેની માગ કરી છે.

આજે રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી છે. પીડિત પરિવારના સભ્યોએ આશરે દોઢ કલાક સુધી મુખ્યપ્રધાન સાથે બેઠક કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પીડિત પરિવારોની વેદના સાંભળીને આશ્વાસન આપ્યું છે. આ સાથે જ મુખ્ય પ્રધાને જણાવ્યુ છે કે કોઈ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે.

પીડિત પરિવારોએ 12 મુદ્દાની રજૂઆત કરી

રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારના સભ્યએ પોતાની વેદના જણાવતા કહ્યું કે દુર્ઘટના બની ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સરકાર તમારી જોડે છે. પરંતુ લેખિતમાં બાંહેધરી માગી ત્યારે સરકારે બાંહેધરી આપી નથી. પીડિત પરિવારોએ કૂલ 12 મુદ્દાઓની બાંહેધરી રજૂ કરી હતી.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

Trp ગેમ અગ્નિકાંડ મામલે એક કમિટી બનાવવામાં આવે જેમાં સુપ્રીમ કોર્ટ ના બે નિવૃત જજ, ગુજરાત હાઇકોર્ટે ના નિવૃત બે જજ સહિત એક મહિલા સિવિલ કોર્ટની નિવૃત જજ ઉપરાંત સુજાતા મજુમદાર, અને નિપિત રાય ને કમિટીમાં સમાવેશ કરવામાં આવે. આ કમિટી 6 માસમાં તપાસનો રિપોર્ટ આપે તેવી પણ માગ કરવામાં આવી છે.

 

50 લાખથી વધુ સહાયની માગ

ભાજપના કાઉન્સિલર સહિત ધારાસભ્ય ની સંડોવણી નીકળી તો પગલાં ભરીને ફરિયાદ કરવામાં આવે તેમજ acb અને cbi તપાસ કરે તેવી માગ કરવામાં આવી છે.TRP ગેમીંગ ઝોન રેસિડેન્સીયલ વિસ્તારમાં બનાવવામાં આવેલુ હતુ. જે કોઈ પણ અધિકારીએ અહીં ગેમઝોન બનાવવાની પરવાનગી આપી હોય તેમની સામે પણ કાયદેસરના પગલા લેવાની માગ કરવામાં આવી છે. જુના અને નવા કાયદાકીય પ્રમાણે મૃત્યુ દંડ અપરાધીને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

મૃત્યુ પામનાર પરિવારને 50 લાખથી વધુ સહાયની માગ કરવામાં આવી છે. એટલુ જ નહીં જો 6 મહિનામાં માગ સ્વીકારવામાં નહીં આવે તો રેલી કાઢી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. અધિકારીને સસ્પેન્ડ કરવાથી કોઈ ફાયદો નથી. અધિકારીઓ 6 માસ પછી નોકરી પર પરત આવશે.જેથી ગુનેગારોને કડક સજા થાય તેવી માગ કરી છે. આ સાથે પીડિત પરિવારના સભ્યએ જણાવ્યુ કે મુખ્યમંત્રીના દીકરાની તબિયત લથડી હતી. જેના કારણે તેઓ આકુળ- વ્યાકુળ બન્યા હતા. જેથી પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તેવી માગ કરવામાં આવી છે.

Published On - 4:23 pm, Wed, 10 July 24

Next Article