મિચોંગ વાવાઝોડાને લઈ લોકોમાં જોવા મળ્યો ભય, જાણો ગુજરાત પર કેટલી રહેશે અસર

|

Dec 05, 2023 | 8:06 AM

મિચોંગ વાવાઝોડાની તીવ્રતા સતત વધી રહી છે.જેના પગલે હવે ગુજરાત પર પણ સામાન્ય અસર જોવા મળશે. મિચોંગ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાતા ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.જેમાં એક તરફ દક્ષિણ ભારતમાં વાવાઝોડાની અસરને કારણે આજે તેમજ આવતીકાલે પણ અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે.

મિચોંગ વાવાઝોડાને લઈ લોકોમાં જોવા મળ્યો ભય, જાણો ગુજરાત પર કેટલી રહેશે અસર
Michaung Cyclone

Follow us on

દેશમાં હમણા જ વાવાઝોડાનું સંકટ ટળ્યુ હતું. ત્યાં ફરી એક વખત ભારતમાં વાવઝોડાએ દસ્તક દઈ રહ્યુ છે. અનેક રાજ્યોના દરિયાકિનારે વાવાઝોડું ઘમરોળે તેવી સંભાવના છે.ત્યારે ગુજરાત પર શું અસર જોવા મળશે તેને લઈ લોકોના મનમાં અસંખ્ય પ્રશ્નો ઉભા થયા છે. તો હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ મિચોંગ વાવાઝોડાની તીવ્રતા વધારે હોવાથી લોકોમાં ડરનો માહોલ પણ ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યો છે.જેના કારણે હવે પવનની દિશા બદલાઈ છે.તો ફરી વાર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે.

રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા

મિચોંગ વાવાઝોડાની તીવ્રતા સતત વધી રહી છે.જેના પગલે હવે ગુજરાત પર પણ સામાન્ય અસર જોવા મળશે. મિચોંગ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાતા ગુજરાત પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.જેના કારણે રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.જેમાં એક તરફ દક્ષિણ ભારતમાં વાવાઝોડાની અસરને કારણે આજે તેમજ આવતીકાલે પણ અનેક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે.તો કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આવી જ અસર જોવા મળશે. ચેન્નાઈમાં વાવાઝોડાની અસરના પગલે 5 લોકોના મોત થયા છે.

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડની અસર દેખાશે

ગુજરાતમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં હળવા વરસાદની આગાહી છે.સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલમાં વરસાદની સંભાવના છે. તો આજે દાહોદ, સુરત, મહિસાગર અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં છે.તો બીજી તરફ આજે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદ પડવાની સંભાવના છે. તો આજે મહિસાગર, છોટાઉદેપુર, સુરત, નર્મદા, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે રાજ્યમાં માવઠાનો ત્રીજો રાઉન્ડ જોવા મળી શકે છે.

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

મિચોંગ નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના

આંધ્રપ્રદેશમાં જિલ્લા અધિકારીઓ હાઇ એલર્ટ પર છે કારણ કે ચક્રવાત મિચોંગ નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ થવાની ધારણા છે.જેના પગલે સમગ્ર પ્રદેશમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન મિચોંગ આજે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે બાપટાલા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાશે.તે સમયે પવનની ઝડપ 100 માઇલ પ્રતિ કલાકની આસપાસ રહેવાની અનુમાન કરવામાં આવી રહી છે.