Breaking News : અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં પાકિસ્તાન કનેક્શન, વોટિંગ ઓછું થાય તે માટે હતું ષડયંત્ર

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાના કેસમાં ખૂબ મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યુ છે. ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ છે.

Breaking News : અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં પાકિસ્તાન કનેક્શન, વોટિંગ ઓછું થાય તે માટે હતું ષડયંત્ર
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 10, 2024 | 11:50 AM

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાના કેસમાં ખૂબ મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યુ છે. ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ છે.

રશિયન સર્વરનો ઉપયોગ કરી પાકિસ્તાનથી ઇમેઇલ મોકલાયો

ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો છે કે ઇમેઇલ પાછળ પાકિસ્તાનનો હાથ છે અને ધમકીભર્યા ઇમેઇલ tauheedl@mail.ru પરથી આવ્યો છે. સમગ્ર કેસમાં ISIનો હાથ હોવાનું પણ પ્રાથમિક અનુમાન છે. રશિયન સર્વરનો ઉપયોગ કરી પાકિસ્તાનથી ઇમેઇલ મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. લોકેશન પાકિસ્તાન આર્મી બેઝનું હોવાનું સામે આવ્યુ છે.

ભય ફેલાવવાના ઉદ્દેશ સાથે ઇમેઇલ કરાયો હોવાનો ખુલાસો

સમગ્ર મામલે સૌથી મોટો ખુલાસો તો એ થયો છે કે સ્કૂલોમાં ધમકીભર્યા મેઇલ થકી ચૂંટણીમાં ડર ફેલાવવાનો પાકિસ્તાની જાસૂસી સંસ્થાનો ઈરાદો હતો.વોટિંગ ઓછું થાય તે માટે ષડયંત્ર હતુ. અમદાવાદની 36 સ્કૂલોમાં ધમકીભર્યા ઈમેઈલ મોકલાવા મામલે પાકિસ્તાનની ફૈસલાબાદના આર્મી કેન્ટોમેન્ટના તાર ખુલ્યા છે. કાઉન્ટર ઈન્ટેલિજન્સના ઓફિસરનું નામ બદલીને વર્ચ્યુલ આઈડીથી મેઈલ મોકલાતા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

 જ્યાં ચૂંટણી હોય, ત્યાં આગળના દિવસે આવતો મેઇલ

માહિતી મળી રહી છે કે ISI અધિકારી તૌહિદ લિયાકત નામથી આઈડી બનાવતો હતો અને તેનાથી મેઈલ મોકલતો હતો. દિલ્હી, યુપી અને ગુજરાતમાં પણ પાકિસ્તાનથી જ ઇમેલ મોકલવામાં આવ્યો હતો. જે રાજ્યમાં ચૂંટણી હતી, ત્યાં આગલા દિવસે ધમકી ભર્યો ઈમેલ કર્યો હતો. ભારતમાં ચૂંટણી હોવાથી ભયનું વાતાવરણ ફેલાવવા ધમકી ભર્યો ઈમેઇલ કરાયો હતો.

શાળાઓમાં ધમકીભર્યા મેઇલ મળ્યા બાદ જ્યારે તપાસ શરુ કરવામાં આવી ત્યારે શરુઆતમાં આ મેઇલ કરવા માટે રશિયન સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી હતી. જો કે બાદમાં  અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટેકનીકલ ટીમ અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં અલગ અલગ સાયબર ટુલ્સનો ઉપયોગ કરીને મેઇન મેઇલ મોકલનારા IP એડ્રેસને શોધવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  જે પછી આ કનેક્શન પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યુ છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">