ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો, ડેમની જળ સપાટી 125.79 મીટરે પહોંચી

દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને (Rain) કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં (Narmada Dam) પાણીની આવક થઇ રહી છે. સતત પાણીની આવકને લઇ નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો, ડેમની જળ સપાટી 125.79 મીટરે પહોંચી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 2:38 PM

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘ મહેર (Monsoon 2022) જોવા મળી રહી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મેઘાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી. છેલ્લા 24 કલાકમાં 80 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ (Rain) પડ્યો છે. 80 તાલુકાઓમાં 1 ઇંચથી લઇને 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.  વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યમાં 10 જેટલા ડેમ 100 ટકા ભરાઇ ગયા છે. તો રાજ્યના 53 ડેમ હાઇએલર્ટ પર છે. તો સરદાર સરોવર ડેમની (Narmada Dam) સપાટીમાં પણ 1.75 મીટરનો ધરખમ વધારો થયો છે.

નર્મદા ડેમમાં પાણીની સતત આવક

દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઇ રહી છે. સતત પાણીની આવકને લઇ નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 1.75 મીટરનો ધરખમ વધારો થયો છે. જેને લઇ ડેમની જળ સપાટી 125.79 મીટરે પહોંચી છે. તો હાલ ડેમમાં 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે..તો બીજી તરફ પાણીનો પ્રવાહ વધતા પાવર હાઉસ પણ શરૂ કરી દેવામાં આવ્યાં છે. RBPH અને CHPHના પાવર હાઉસના તમામ યુનિટ શરૂ કરવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના ઈન્દીરા સાગર ડેમમાં પણ પાણીની આવક વધતા ઈન્દીરા સાગર ડેમના તમામ દરવાજા ખોલાયા છે.

જળાશયોમાં વધ્યા પાણી

નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની જળસપાટી ધીમીધારે વધી રહી છે. સતત ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં જળાશયોમાં હાલ પાણીની સ્થિતિની વાત કરીએ તો 207 ડેમ સરેરાશ 60.08 ટકા ભરાયેલા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડેમ 22 ટકા ભરાયેલા છે. તો મધ્ય ગુજરાતના ડેમ 42.70 ટકા ભરાયેલા છે. દક્ષિણ ગુજરાતમાં ડેમ 70.86 ટકા ભરાયેલા છે. કચ્છમાં 70.40 ટકા, સૌરાષ્ટ્રમાં 141 ડેમ 55 ટકા ભરાયેલા છે. તો રાજ્યમાં 53 ડેમ સરેરાશ 90 ટકા ભરાયેલા હોવાના પગલે હાઇએલર્ટ પર છે. 8 ડેમ 80 ટકા ભરાયેલા હોવાથી એલર્ટ પર છે. તો 14 ડેમ 70 ટકા ભરાતા ચેતવણી આપવામાં આવી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

રાજ્યમાં 100 ટકા ભરાયેલા જળાશયો

કચ્છ જિલ્લાના અબડાસામાં જગડીયા ડેમ 100 ટકા ભરાયો છે. પોરબંદરનો સોરઠી ડેમ 100 ટકા ભરાયેલો છે. નવસારીના વાંસદામાં આવેલો જૂજ ડેમ 100 ટકા ભરાયો છે. કચ્છના બેરાચીયા ડેમ અને ભરૂચના ઝઘડીયાના ધોલી ડેમમાં 100 ટકા પાણી ભરાયુ છે. નવસારીના વાંસદામાં કેલીયા ડેમ અને કચ્છના અબડાસાનો મીતી ડેમ 100 ટકા ભરાયો છે. કચ્છના મૂંદ્રામાં આવેલો ગજોદ ડેમ 100 ટકા ભરાયો છે. કચ્છ નખત્રાણાનો ગજાસર ડેમ 100 ટકા ભરાયો છે. જામનગરનો વગાડીયા ડેમ પણ 100 ટકા ભરાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">