Mehsana : યાત્રાધામ બહુચરાજી માતાજીના મંદિરના આરતીના સમયમાં ફેરફાર કરાયો

|

Jun 02, 2022 | 10:29 PM

બહુચરાજી((Bahucharaji) માતાજી મંદિરમાં આવતા યાત્રાળુઓની સગવડતા માટે તારીખ 17 મે 2022 ને વૈશાખ વદ એકમથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બહુચરાજી માતાજી મંદિર બહુચરાજી ખાતે માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.

Mehsana : યાત્રાધામ બહુચરાજી માતાજીના મંદિરના આરતીના સમયમાં ફેરફાર કરાયો
Mehsana Bahucharaji Temple (File Image)

Follow us on

ગુજરાતના મહેસાણાના(Mehsana)  યાત્રાધામ બહુચરાજી ખાતે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી બહુચરાજી((Bahucharaji) માતાજી મંદિરમાં આવતા યાત્રાળુઓની સગવડતા માટે તારીખ 17 મે 2022 ને વૈશાખ વદ એકમથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બહુચરાજી માતાજી મંદિર બહુચરાજી ખાતે માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.જેમાં સવારે આરતી 06-30 કલાકે સાંજે આરતી 07-30 કલાકે અને દર્શનનો સમય સવારના 05 કલાકથી રાત્રીના 09 કલાક સુધી રહેશે તેમ વહીવટદાર બહુચરાજી માતાજી યાદીમાં જણાવાયું છે.

બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષે 30 થી 40 લાખની આવક

ઉલ્લેખનીય છે કે, ભારત વર્ષમાં 16 સંસ્કારનું ખૂબ મહત્વ રહેલું છે જેમનો એક સંસ્કાર એટલે ચૌલક્રિયા. ગુજરાતમાં શક્તિપીઠ બહુચરાજીમાં ચૌલક્રિયાનું વિશેષ મહત્વ રહેલુંછે. જેમાં વર્ષ દરમિયાન 30 થી 35 હજાર ચૌલક્રિયા ની પવિત્ર વિધિ આ સ્થાનકમાં કરવામાં આવે છે અને આ વિધિથી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષે 30 થી 40 લાખની આવક પણ થાય છે. પરંતુ આ વર્ષે કોરોના કાળ દરમ્યાન ચૌલક્રિયા વિધિ બંધ રહી હતી.

ભગવાન શ્રી કૃષ્ણની ચૌલ ક્રિયા (બાબરી) આ સ્થાનક પર થઇ હોવાની પણ માન્યતા

જો કે હવે રાબેતા મુજબ ચૌલ ક્રિયા પણ થઈ રહી છે. શક્તિપીઠ બહુચરાજીમાં લાખોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે પધારે છે. અહીં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુ માં બહુચર પાસે અનેક પ્રકારની બધા માનતા પણ રાખતા હોય છે. એમાંય ખાસ કરીને બાબરીની વિધિનું સવિશેષ મહત્વ આ શક્તિપીઠ સાથે સંકળાયેલું છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની ચૌલ ક્રિયા (બાબરી) આ સ્થાનક પર થઇ હોવાની પણ માન્યતા છે.આમ ભારત ભરમાંથી આવતા સર્વજ્ઞાતિના લોકોની બાબરીની વિધિ આ સ્થાનકમાં કરવાનું મહત્વ પણ સંકળાયેલું જોવા મળે છે. બાબરી માટે અહીં આવી ન શકતા એવા પરદેશમાં રહેતા ભક્તો વાળની લટને કવરમાં મૂકી પોસ્ટ કે કુરિયર દ્વારા મંદિરને મોકલીને પણ પોતાની માનતા પુરી કરતા પણ જોવા મળે છે.

Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે
રાશા થડાનીએ કઈ શાળામાં અભ્યાસ કર્યો, જુઓ ફોટો
કોના નામનું સિંદૂર લગાવે છે રેખા ? આટલા વર્ષે થયો ખુલાસો
શું તમારા ઘરના વોશ બેસિનમાં પણ છે નાનું કાણું? જાણો તે કેમ હોય છે

બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ ખાસ આયોજન

હિ‌ન્દુ ધર્મમાં પરિવારમાં પ્રથમ પુત્ર સંતાનની ચૌલક્રિયા (બાબરી) ઉતરાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જેમાં ભગવાન ક્રષ્ણની પણ બાબરી અહીં કરવામાં આવી હતી. બહુચરાજી યાત્રાધામમાં આખો ચૈત્ર મહિ‌નો અને વર્ષ દરમિયાન ચૌલક્રિયા માટે શ્રદ્ધાળુઓથી અહીં મંદિર પરિસર ઉભરાય છે. જેમાં ખાસ કરીને ચાલુ દિવસે અને વિશેષ રવિવારે અહીં ભક્તો પોતાના બાળકના કેશ અહીં ઉતારતા હોય છે.ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં પોતાના પરિવાર સાથે આવે છે અને પોતાના પ્રથમ પુત્રજન્મની ખુશાલીરૂપે બાળકની ચૌલક્રિયાની વિધિ અહીં પૂર્ણ કરી ધન્યતાની અનુભૂતિ કરે છે. જેમાં બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ ખાસ આયોજન પણ કરે છે

Published On - 10:21 pm, Thu, 2 June 22

Next Article