AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં ગરમીમાં ફરી વધારો, આગામી પાંચ દિવસમાં વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં(Gujarat) વરસાદને લઈને હાલ કોઈ આગાહી નથી. વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી.પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી હાલના સમયમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી મોટાપાયે જોવા નહી મળે.

Gujarat માં ગરમીમાં ફરી વધારો, આગામી પાંચ દિવસમાં  વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી
Gujarat Heat WaveImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 5:22 PM
Share

ગુજરાતમાં (Gujarat)  છેલ્લા અઠવાડિયા દરમ્યાન ગરમીથી(Summer)  રાહત બાદ આજે રાજ્યમાં ગરમીના પારામાં ફરી વધારો નોંધાયો છે. જેમાં રાજ્યમાં સરેરાશ અઢી ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની(IMD)  આગાહી મુજબ આગામી બે દિવસમાં હજુ પણ તાપમાનમાં વધારો થવાની શકયતા છે. જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ રહેતું તાપમાન ફરી 43 ડિગ્રી પહોંચવાનું અનુમાન છે. જેના પગલે અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં પણ ગરમીનો પારો વધ્યો છે.

ગુજરાતમાં કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી

આ ઉપરાંત હાલ કેરળમાં મોન્સૂન ઓનસેટ શરૂ છે. તેમજ ગુજરાતમાં વરસાદને લઈને હાલ કોઈ આગાહી નથી. વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી.પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી હાલના સમયમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી મોટાપાયે જોવા નહી  મળે.કેરળમાં ચોમાસાનું આગમન થયું છે પરંતુ કર્ણાટક સુધી પહોંચતા ચાર દિવસ થશે.બીજી તરફ ગરમીને લઈ હવામાન વિભાગે કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.

મહત્વનું છે કે, કેરળમાં નેઋત્યનું ચોમાસું 29 મેના રોજ શરુ થયું હતું અને દરવખતની જેમ કેરળમાં ચોમાસું બેસે તેના પછી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થતી હોય છે. ત્યારે 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે

Follow Us
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
g clip-path="url(#clip0_868_265)">