AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડુતો માટે સારા સમાચાર, ખેડા અને મહીસાગર જિલ્લાના 61 ગામના 120 તળાવોમાં સિંચાઇ માટે પાણી અપાશે

ખેડા (Kheda) અને મહીસાગર (Mahisagar) જિલ્લાના 61 ગામોના 120 તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડી અંદાજે 8100 હેક્ટર વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM bhupendra Patel) માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉદવહન સિંચાઇ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા 794.40 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું છે.

ખેડુતો માટે સારા સમાચાર, ખેડા અને મહીસાગર જિલ્લાના 61 ગામના 120 તળાવોમાં સિંચાઇ માટે પાણી અપાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 3:17 PM
Share

Gandhinagar : ખેડા (Kheda) અને મહીસાગર (Mahisagar) જિલ્લાના 61 ગામોના 120 તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડી અંદાજે 8100 હેક્ટર વિસ્તારમાં સિંચાઇના પાણીની સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM bhupendra Patel) માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ ઉદવહન સિંચાઇ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા 794.40 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું છે.

આ પણ વાંચો-Banaskantha : અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ

26 ગામોના 37 તળાવો એમ કુલ 120 તળાવોને પાણીથી ભરાશે

ખેડા અને મહીસાગર જિલ્લાના ખેડૂતોને સિંચાઇના પાણી માટે વિશેષ સુવિધા પુરી પાડવાનાં ઉદ્દેશ સાથે લેવામાં આવેલા આ નિર્ણયની વિસ્તૃત વિગતો આપતા જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ અને ગલતેશ્વર તાલુકાના 35 ગામોના 83 તળાવો તેમજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 26 ગામોના 37 તળાવો એમ કુલ 120 તળાવોને ઉદવહન સિંચાઇ યોજના દ્વારા પાઇપલાઇનથી જોડવામાં આવશે.

ખેડૂતોને સિંચાઇ માટે પાણીનો લાભ મળશે

જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે,ખેડા જિલ્લાનાં કપડવંજ, કઠલાલ અને ગલતેશ્વર તાલુકા તેમજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાનો એક મોટો હિસ્સો નર્મદા મુખ્ય નહેર અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરની વચ્ચે આવેલો છે. જેની પૂર્વ દિશાએ મહી નદી આવેલી છે. આ ચાર તાલુકાના મોટા ભાગના ગામોને કોઇપણ સ્ત્રોતમાંથી સિંચાઇના પાણીનો લાભ મળતો નથી. સિંચાઇથી વંચિત આ વિસ્તારના લોકો તેમની આજીવિકા માટે મુખ્યત્વે ખેતી પર આધાર રાખે છે. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટે પાણીનો લાભ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે.

આ યોજનામાં મહી નદીમાંથી મહીસાગર જિલ્લાના નમનાર ગામમાં ટોડિયા રૉક નજીકથી 53.87 એમ.સી.એમ. જેટલા પાણીના જથ્થાનો વપરાશ માટે 200 ક્યુસેક ક્ષમતાની રાઈઝીંગ મેઈન, પંપીગ સ્ટેશન અને ઈન્ટેક વેલ બનાવવાનું આયોજન છે. આ યોજનામાં એક પમ્પીંગ સ્ટેશન અને બે ડિસ્ટ્રીબ્યુશન ટેન્કનું બાંધકામ કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ ડિસ્ટ્રીબ્યુશન ટેન્ક (કેપેસિટી- 40 લાખ લિટર) રૈયોલી ગામ, બાલાસિનોર પાસે તથા બીજી ડિસ્ટ્રીબ્યુશન ટેન્ક (કેપેસિટી- 60 લાખ લિટર) મુનજીના મુવાડા, બાલાસિનોર પાસે બનાવવાનું આયોજન હોવાનું પણ મંત્રીએ ઉમેર્યુ હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">