Breaking News: ભચાઉના દુધઈ નજીક ભૂકંપના આંચકા, 1.51 મિનિટે આવ્યો 3.7 ની તીવ્રતાનો ઝટકો

Earthquake: કચ્છના ભચાઉના દુધઈ નજીક બપોરે 1.51 મિનિટે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 25 કિમી નોર્થ ઈસ્ટ દુધઈ હતુ

Breaking News: ભચાઉના દુધઈ નજીક ભૂકંપના આંચકા, 1.51 મિનિટે આવ્યો 3.7 ની તીવ્રતાનો ઝટકો
ધરતીકંપImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2023 | 3:00 PM

કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભચાઉના દૂધઈ નજીક બપોરે 1.51 આસપાસ 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનુ કેન્દ્રબિંદુ ભચાઉથી 25 કિમી દૂર નોર્ટ ઈસ્ટ દૂધઈ નોંધાયુ છે. જો કે હળવા આંચકા હોવાથી કોઈ નુકસાનીના સમાચાર નથી. વારંવાર આ પ્રકારના ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ અગાઉ 9 ફેબ્રુઆરીએ પણ દૂધઈમાં 3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ પહેલા 5 ફેબ્રુઆરીએ કચ્છના ભચાઉમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ સાથે આજે 11 ફેબ્રુઆરીએ સુરતમાં પણ 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયુ છે. સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ ભૂકંપ આવ્યો હતો. જેના કારણે શહેરીજનોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે તેનાથી કોઈ નુકસાની થવા પામી નથી.

આજનું રાશિફળ તારીખ : 16-11-2024
Royal Enfield ની સૌથી સસ્તી બાઇક, જાણો કિંમત
મોટો ફાયદો, 4 રૂપિયાના આ શેરની કિંમત પહોંચી 32 પાર, LIC પાસે છે 9,00,000 શેર
શ્વેતાની લાડલી Palak Tiwari નો વેકેશન લુક વાયરલ, જુઓ Photos
High Blood Pressure : બ્લડ પ્રેશરમાં વધવાથી સ્કિન પર દેખાય છે આ લક્ષણો, જાણો
અભિનેત્રીએ વિદેશી પતિ સાથે બીજી વાર લગ્ન કર્યા, જુઓ ફોટો

છેલ્લા 11 દિવસમાં 8 વાર આવ્યા ભૂકંપના આંચકા

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. છેલ્લા 11 દિવસમાં 8 વાર ધરા ધ્રુજી છે. જેમા સૌથી વધુ આજે 11 ફેબ્રુઆરીએ ભચાઉ નજીક દૂધઈમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. હજુ એક દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0ની નોંધાઈ હતી. આ ભૂકંપને કારણે લોકોમાં ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને તેમના મનમાં 26 જાન્યુઆરીના એ ગોજારા ભૂકંપની યાદો તાજી થઈ જાય છે.

આ અગાઉ 6 ફેબ્રુઆરીએ અમરેલીના મિતિયાળામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એ પહેલા 4 ફેબ્રુઆરીએ પણ અમરેલીના મિતિયાળામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્ય હતો. એજ દિવસે ગોંડલમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 2 ફેબ્રુઆરીએ પણ અમરેલીમા 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબિંદુ પણ મિતિયાળા આસપાસ નોંધાયુ હતુ.

આ પણ વાંચો: Earthquake hit Turkey: ભૂકંપગ્રસ્ત તુર્કીમાં ભારતે એવુ તો શુ કર્યું કે પાકિસ્તાનના મોતિયા મરી ગયા?

આપને જણાવી દઈએ કે તૂર્કી અને સિરીયામાં આવેલા વિનાશક અને ભયાનક ધરતીકંપ બાદ ગુજરાતમાં પણ ભૂસ્તરીય ગતિવિધિ સક્રિય થઈ હોવાનુ ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. જેના કારણે અહીં પણ ભૂકંપના આંચકા આવી રહ્યા છે.

આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
g clip-path="url(#clip0_868_265)">