કચ્છમાં (Kutch) પડાણા નજીક દર્શાનાર્થીને લઈ જઈ રહેલા છકડા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો. જેમાં 2ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે વધુ બે દર્શનાર્થીઓએ (devotees) સારવાર દરમિયાન દમ તોડ્યો છે. હાલ મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે. ઘટનાને પગલે હાલ પોલીસનો (kutch police) કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ છકડામાં સવાર લોકો દર્શન માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમને આ અકસ્માત નડ્યો હતો.
બે દિવસ પહેલા જૂનાગઢ હાઈવે (Junagadh highway) પર ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેતલસર જંકશન (jetlsar junction) ઓવરબ્રિજ પાસે પુરપાટે આવતા વાહન ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી હતી. જેને કારણે તેનું વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. મોડી રાત્રે થયેલી આ ઘટના બાદ વાહનચાલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ (jetpur police) ઘટના સ્થળે પહોંચી હતી, હાલ વાહન ચાલકને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
ગીર સોમનાથના (Gir Somnath) કોડીનારમાં અંબુજા ફાટક નજીક ભયંકર થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા હતા. જયાં પૂરપાટ ઝડપે આવતી ટ્રકે સ્કૂલ રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં એક વિદ્યાર્થિનીનું (Students) ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે રીક્ષા ચાલક સહિત અંદાજીત 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે (Girsomnath police) સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.