Kutch : નખત્રાણા નજીક ગમખ્વાર અકસ્માત,એક બાળક સહિત 4 વ્યક્તિના મોત

Kutch : નખત્રાણા નજીક ગમખ્વાર અકસ્માત,એક બાળક સહિત 4 વ્યક્તિના મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 8:39 AM

હોસ્પિટલના કામ માટે આ પરિવાર માંડવી (mandvi)  જઈ રહ્યો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 4 વ્યક્તિના મોત થતા હાલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

કચ્છના (Kutch) નખત્રાણા (Nakhtrana) નજીક ગમખ્વાર અકસ્માત થયો છે.રોડ પર ઉભેલા ટ્રકમાં કાર ઘુસી જતા આ અકસ્માત (Car Accident)  સર્જાયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે.નખત્રાણાથી માંડવી જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.માહિતી મુજબ હોસ્પિટલના કામ માટે આ પરિવાર માંડવી (mandvi)  જઈ રહ્યો હતો.એક બાળક સહિત 4 વ્યક્તિના મોત થતા હાલ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ટ્રક પાછળ બાઈક ધૂસી જતા અકસ્માત સર્જાયો હતો

થોડા દિવસો અગાઉસુરેન્દ્રનગર -વિરમગામ હાઇવે (Surendranagar- Viramgam highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો . જેમાં બાઈક પર સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.કડુ ગામના પાટીયા પાસે આગળ જતા ટ્રક પાછળ બાઇક (Bike Accident) ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો.પોલીસની (Surendranagar Police) પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ કે એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમિાન આ અકસ્માત સર્જાયો હતો.

g clip-path="url(#clip0_868_265)">