કઈ એક ભૂલને કારણે રિસાઈ જાય છે દેવી લક્ષ્મી, જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
2 Jan 2025
હિન્દુ ધર્મમાં ધનની દેવી લક્ષ્મીને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. ધનલક્ષ્મીના આશીર્વાદ બની રહે માટે, લોકો તેમને પ્રસન્ન કરવા માટેના અનેક ઉપાયો કરતા હોય છે.
જો કે, ઘણીવાર લોકોની ભૂલોને કારણે ગુસ્સે લક્ષ્મીજી થઈ જાય છે, જેની આર્થિક મોરચે ખૂબ જ ખરાબ અસર પડે છે.
વૃંદાવનના પ્રસિદ્ધ ઉપદેશક બાબા પ્રેમાનંદ મહારાજે આવી જ એક ભૂલ વિશે જણાવ્યું છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
પ્રેમાનંદ મહારાજે કહ્યું કે જેઓ તેમનું કોઈ મહત્વપૂર્ણ કામ કરાવવા ભગવાનને લાલચ આપે છે તેનાથી તેઓ રિસાઈ જાય છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ કહે કે ઠાકોર જી, મારું કામ થઈ જશે, તો હું તમને 56 ભોગ ચડાવીશ. તો હું મંદિરને આટલું દાન આપીશ. આ બધુ અયોગ્ય છે.
'વ્યક્તિએ હંમેશા ભગવાન પ્રત્યેનો સ્નેહ દર્શાવી હક્કથી માગવુ જોઈએ. તેમને ક્યારેય ભૌતિક વસ્તુઓની લાલચ ન આપવી જોઈએ
'જ્યારે કોઈ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમને લલચાવે છે, ત્યારે તે પણ ગુસ્સે થઈ જાય છે. આવા લોકો હંમેશા આર્થિક સંકટથી ઘેરાયેલા રહે છે.
'તેના બદલે, તમે ભગવાનને કહો કે પ્રભુ જેવો છુ એવો આપનો છુ. આ જીવન તમે આપ્યુ છે. હવે આ સમસ્યા આવી રહી છે. મારી આ સમસ્યાનું નિરાકરણ કરી દો